• Gujarati News
  • બધાએ સાથે મળીને ષડયંત્ર રચયું છે

બધાએ સાથે મળીને ષડયંત્ર રચયું છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બધાએ સાથે મળીને ષડયંત્ર રચયું છે

કેસમાં પોલીસ પોતાની રીતે તપાસ કરશે સાથે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ ચોક્કસ થઇ શકે એમ છે. પોલીસ કસ્ટડી ઉપર કેસમાં શું એકશન થઇ શકે તે નક્કી થશે. જો વધારે સમય કસ્ટડીમાં રહે તો ટીડીઓ સસ્પેન્ડ પણ થઇ શકે એમ છે. > ડો.વિક્રાંત પાંડે, કલેકટર-વલસાડ

પારડીના ટીડીઓડી.જી. પટેલ સત્તાનો દુરુપયોગ કરીને પંચાયત કચેરીમાં કામ કરતી ત્રણ મહિલા કર્મીની પાછળ પડી ગયો હતો. અેક વર્ષથી ટીડીઓ સાંજના સુમારે રિપોર્ટ બતાવવાના બહાને કેબિનમાં બોલાવીને કોઇ પણ કામ વિના ઊભો રાખતો હતો.



પારડીનાતાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતમાં નરેગા વિભાગમાં કામ કરતી યુવતીને કેબિનમાં બોલાવીને એકાંતનો લાભ લઇને શારીરિક અડપલાં કર્યા હતા. ટીડીઓ દ્વારા શુક્રવારે સાંજે નરેગાની મહિલા કર્મી સાથે છેડતી કરાતા અંગે યુવતીએ શનિવારે ટીડીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પારડી પોલીસે ટીડીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પારડી તાલુકા પંચાયત કચેરીમાં નરેગા વિભાગમાં ફરજ બજાવતી અલકા પટેલે શનિવારે પારડી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પારડીના તાલુકા વિકાસ અધિકારી ધનસુખ ગોમાન પટેલ (ડી.જી. પટેલ- મૂળ રહે. અંકલેશ્વર) સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, શુક્રવારે સાંજે સવા વાગ્યાના સુમારે તેઅો તાલુકા પંચાયતમાં કામ કરતી મહિલા કર્મચારીઓને બોલાવે છે. ટીડીઓ પટેલ તેમની કચેરીમાં મહિલાઓને બિનજરૂરી ઊભી રાખીને રિપોર્ટ માગવાના બહાને કેબિનમાં બોલાવીને છેડછાડ કરે છે.

ટીડીઓ પટેલે શુક્રવારે સાંજે પણ અલકાને તેમની કેબિનમાં બોલાવીને એકાંતનો લાભ લઇને છેડતી કરી હતી. અલકા સાથે ટીડીઓ ડીજી પટેલે શારીરિક છેડછાડ કરીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. અલકાએ અંગે હિંમત દાખવીને સમગ્ર હકીકત તેમના પરિવારને કરતા આખરે શનિવારે સાંજે તાલુકા વિકાસ અધિકારી ધનસુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પારડીના પીએસઆઇ બી.જે. સરવૈયાએ ફરિયાદીની તમામ હકીકત જાણ્યા બાદ તેમની સામે આઇપીસી 354એ01(આઇ) મુજબ ગુનો દાખલ કરતા સમગ્ર સરકારી અધિકારીઓમાં ચકચાર મચી જવા પામી છે. કેસની વધુ તપાસ પારડીના પીએસઆઇ બી.જે. સરવૈયા કરી રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી વલસાડ િજલ્લામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા સાથે કામ કરતી મહિલા કર્મચારીઓની છેડતી કરવાના બનાવો વધી રહ્યા છે. સમાજમાં નામ બદનામ થવાની બીકને કારણે કેટલાક કેસમાં મહિલા કર્મચારીઓ ફરિયાદ કરવાનુ