• Gujarati News
  • સરીગામ શાળામાં જિલ્લામાંના પ્રદર્શનમાં 50 કૃતિઓ રજૂ કરાઈ

સરીગામ શાળામાં જિલ્લામાંના પ્રદર્શનમાં 50 કૃતિઓ રજૂ કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ: સરીગામપ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ સવારે 11 કલાકે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મીનાબેન ચૌધરીની અધ્યક્ષપણ હેઠળ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં પાંચ તાલુકામાંથી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના સરીગામ આદર્શ બુનિયાદી શાળામાં જિલ્લા કક્ષાનો ગણિત પર્યાવરણ અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરગામ, વલસાડ, પારડી, કપરાડા અને ધરમપુર તાલુકામાંથી 10-10 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિશ્વના અસ્તિત્વને ટકાવવા વિજ્ઞાન અને ગણિત બેનર હેઠળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અબોલા વાયરસ, કુદરતમાં ગણિત માહિતી પર્યાવરણ, ખેતમાં જીવ જતુઓનો ઉપદ્વ નિવારણ તથા પેડો મીટર જેવી કૃતિઓ રજૂ થઈ હતી. પ્રદર્શન પસંગે વલસાડ ભાજપ સંગઠન પ્રમુખ તથા પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ બાળકોમાં જોયેલો ઉત્સાહને બિરદાવ્યો હતા. ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે બાળ વિજ્ઞાન બનવા માટે વિદ્યાર્થીનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હોવાનું જણાવી વીજળીનું રૂપાતર કરેલી કૃતિના ભારોભાર પ્રશંસા કરી હતી. વિપુલ જાદવ, રાકેશ રાય, ભરત જાદવ સહિત અન્ય મહાનુભાવો દ્વારા પ્રોગામને અનુરૂપ ઉદ્ભોદ કર્યું હતું.

પ્રસંગે શંકરભાઈ વારલી, તાલુકા વિકાસ અધિકારી કાજલ ગામિત, શિક્ષણ ખાતા સાથે સંકળાયેલા જવાબદાર અધિકારી તથા શિક્ષણ મિત્રો તથા બાળ વિજ્ઞાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.