• Gujarati News
  • લાંચિયા સીઓની બદલી નહી, સરકારી કાર્યક્રમમાં ધરાર હાજર

લાંચિયા સીઓની બદલી નહી, સરકારી કાર્યક્રમમાં ધરાર હાજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> વાપી પાલિકાના સફાઇ અભિયાનમાં ભાજપના નેતાઓની સાથે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની હાજરી

> 12 સપ્ટેમ્બર ગૌરાંગ પટેલ 15 હજારની લાંચ લેતાં રંગેહાથ એસીબીના હાથે ઝડપાયા હતા

કેતનભટ્ટ. વાપી

વાપીપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ 15 હજારની લાંચ લેતા ઝડપાયાના 13 દિવસ બાદ પણ રાજય સરકાર દ્વારા બદલી અંગેનો કોઇ આદેશ અપાયો નથી, ત્યારે ગુરૂવારે વાપી પાલિકાના સફાઇ અભિયાનમાં ભાજપના નેતાઓની હાજરી વચ્ચે લાંચિયા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની હાજરીના કારણે ખુદ ભાજપની નૈતિકતા પર સવાલો ઉઠી રહયા છે. રાજય સરકારના વિભાગે ચીફ ઓફિસરને લાંચ લેતા ઝડપી પાડયા હતા ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે ચીફ ઓફિસરની હાજરીના કારણે આશ્વર્ય ફેલાયું હતું.

વાપી નગર પાલિકાના સરકારી કોન્ટ્રાક્ટર કમલેશ ચંદુભાઇ પટેલે (રહે. ચણોદ કોલોની) પેવર બ્લોક તથા અન્ય કરેલી કામગીરીના 2 ટકા કમિશન માગતા વાપી પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા, ઘટના એસીબીએ રાજય સરકારને રિપોર્ટ કયો હતો,પરંતુ 13 દિવસ વિતવા છતાં સુધી ચીફ ઓફિસરની બદલી અંગેનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવાયો નથી.

ગુરૂવારે વાપી પાલિકાના સફાઇ અભિયાનમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ,પાલિકાના સભ્યોની હાજરી વચ્ચે લાંચિયા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પણ હાજર રહયા હતા.

એક તરફ રાજય સરકાર દ્વારા ચીફ ઓફિસરની બદલી કરાઇ નથી, ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓની વચ્ચે લાંચમાં ઝડપાયેલા ચીફ ઓફિસર પણ હાજર રહેતા ભાજપની નૈતિકતા પર સવાલો ઉઠી રહયા છે.

બદલીનો નિર્ણય ઝડપથી લેવાતો હોય છે

વાપીનાનિષ્ણાતએડવોકેટના મતે કોઇ પણ સરકારી અધિકારી લાંચમાં ઝડપાઇ ત્યારે તેને ફરજ પર ચાલુ રાખવામાં આવે છે. ફરિયાદીને તે સ્થળે હેરાન કરે કે તેની કામગીરીને અસર કરે તે માટે બદલી કરાતી હોય છે, બદલી બાદ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવે છે.

ટૂંક સમયમાં નિર્ણય

રિપોર્ટરાજય સરકારને કરી દેવામાં આવ્યો છે,એક-બે દિવસમાં તેમની બદલી અંગેનો નિર્ણય આવી જશે. હાલ કોઇ નિર્ણય આવ્યો નથી. > ડો.િવક્રાંત પાંડે,કલેકટર, વલસાડિજલ્લો

ભાજપ ગરિમા ભૂલ્યું

ભાજપનાનેતાઓ લાંચિયા અધિકારીઓની સાથે દેખાઇ તે સિદ્રાંતો વિરુધ્ધની વાત છે. ભાજપના નેતાઓ તેની ગરિમા ભુલી ગયા છે.. > ખુંડુભાઇપટેલ,વિરોધ પક્ષનાનેતા,વાપી પાલિકા

ચીફ ઓ.તરત ફરજ હાજર થયા હતા

સરકારીઅધિકારીકે કર્મચારી જયારે લાંચમાં ઝડપાઇ