• Gujarati News
  • છેડતીના આરોપ બાદ ટીડીઓ ગાયબ

છેડતીના આરોપ બાદ ટીડીઓ ગાયબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનરેગામાં કામ કરતી મહિલાએ શારીરિક છેડતીનો આરોપ મુકયો હતો

ભાસ્કરન્યૂઝ. વાપી

પારડીનાતાલુકા પંચાયતના ટીડીઓ સામે મનરેગા વિભાગની મહિલાએ શારીરિક છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આરોપ મુકતી ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં આપતા સોમવારે પંચાયત કચેરીમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, સોમવારે ટીડીઓ કચેરીમાં હાજર રહ્યા હતા.

પારડી તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં ટેકનિકલ સહાયક તરીકે કામ કરતી અલકા પટેલે શનિવારે પારડી પોલીસ સ્ટેશનમાં કલાસ વન અધિકારી ગણાતા તાલુકા વિકાસ અધિકારી ધનસુખ પટેલ (ટીડીઓ) સામે ગંભીર આક્ષેપ મુકતી ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ફરિયાદી સહિત તેમની સાથે કામ કરતી અન્ય ત્રણ મહિલાઓ પણ ગેર હાજર રહી હતી.







ફરિયાદમાં જણાવ્યા મુજબ ટીડીઓ ડીજી પટેલે શુક્રવારે સાંજે તેમની કેબિનમાં બોલાવી એકાંતનો લાભ લઇ શારીરિક અડપલાં કરીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ટીડીઓ પટેલ છાસવારે સાંજના સુમારે મહિલા કર્મીને કેબિનમાં બોલાવીને બિન ઉપયોગી કેબિનમાં ઊભી રાખતા હતા. પારડી પોલીસે અલકા પટેલની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.

પારડીના પીએસઆઇ બી.જે. સરવૈયાએ કેસમાં ફરિયાદી અલકા પટેલ દ્વાર રજૂ કરવામાં આવેલા ત્રણ સાક્ષીના નિવેદન લીધા હતા. જોકે, સોમવારે તાલુકા પંચાયતની ઓફિસ ખુલતાની સાથે સમગ્ર સ્ટાફમાં મુદ્દે અનેક ચર્ચાઓ ચાલી હતી.