• Gujarati News
  • પારડીની પ્રેમાંધ યુવતી પોલીસ શરણે, માતા સાથે જવાનો ઈન્કાર

પારડીની પ્રેમાંધ યુવતી પોલીસ શરણે, માતા સાથે જવાનો ઈન્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીભેસલાપાડાની સ્થાનિક યુવતીને બાજુમાં રહેતા પરપ્રાંતીય યુવાન સાથે પ્રેમ થતા થોડા દિવસો અગાઉ બંને ભાગી ગયા હતા. યુવાનની ઉંમર 21 વર્ષના હોય તેવો કાયદેસર લગ્ન કરી શકતા બંને પારડી પોલીસ મથકે હાજર થઇ ગયા હતા. પારડી પોલીસે યુવતીની ઈચ્છા જાણતા યુવતીએ પરિવાર સાથે રહેવાને બદલે નારી સરક્ષણ ગૃહમાં રહેવાનું પસંદ કરતા તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે જયારે પ્રેમી યુવાને જેલ સળિયા પાછળ ધકેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પારડી ભેસલાપાડા વિસ્તારમાં રહેતી ખુશી પટેલ(નામ બદલ્યું છે) તેમના પડોશમાં રહેતા પર પ્રાંતીય યુવાન ધર્મેશ શર્મા(નામ બદલ્યું છે) સાથે આંખ મળી ગઇ હતી. બંને એક બીજાના પ્રેમમાં અંધ બનીને દુનિયા ભુલી ગયા હતા. ભવિષ્યમાં બંને પતિ અને પત્ની તરીકે દાંપત્ય જીવન ગુજારી શકે આશયથી 20 માર્ચના રોજ બંને પ્રેમી પંખીડા ઘર છોડી ભાગી છૂટ્યા હતા. અંગે ખુશીની માતાએ પારડી પોલીસ મથકે ધર્મેશ શર્મા સામે ફરિયાદ નોધાવી હતી. જોકે, યુવતીની ઉમર 19 વર્ષ હતી જ્યારે યુવાનની ઉમર 19 વર્ષ રહેતા નિયમ મુજબ યુવાનની લગ્નની ઉંમર રહેતા બંને પ્રેમી પંખીડા લગ્ન વગર પારડી પોલીસ મથકે હાજર થઇ ગયા હતા.પારડી પોલીસ મથકના એએસઆઈ ભગવાનજીએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પારડી કોર્ટમાં હાજર કરતા યુવતીએ તેમની માતાના ઘરે જવાની ના કહી દીધી હતી. યુવતીને નારી સંરક્ષણ ગૃહ પસંદ કરતા યુવતીને વાંસદા નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી જ્યારે પ્રેમી યુવાનને જેલના સળિયા પાછળ ધકેલાયો હતો.