• Gujarati News
  • દિવાળી પહેલા સાયન્સના પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થશે

દિવાળી પહેલા સાયન્સના પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
11 ઓકટોમ્બરથી ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે

ભાસ્કરન્યૂઝ. વાપી

૧૧મી�ઓકટોબરથી શરૂ થનારી ધોરણ ૧૧ની વિજ્ઞાન પ્રવાહ સેમસ્ટર-૧ અને ધોરણ ૧૨ની સેમસ્ટર-૩ની પરીક્ષાની તૈયારીને શિક્ષણ વિભાગ દ્વારા આખરી �ઓપ આપવામાં આવી રહયો છે. જિલ્લાના 12 હજારથી વધુ વિદ્યાથી�\\\" પરીક્ષા આપશે. જેને લઇ હાલ વિદ્યાથી� પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. મુખ્ય ચાર કેન્દ્રો પરથી વિદ્યાથી�\\\" પરીક્ષા આપે તેવું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા લેવાનારી વિજ્ઞાન પ્રવાહના ધો.૧૧ના પ્રથમ સેમેસ્ટર અને ધો.૧૨ના તૃતીય સેમેસ્ટરની લેવાનારી પરીક્ષા�\\\" માટે વિદ્યાથી�\\\" પરીક્ષાની તૈયારી�\\\" મશગુલ બન્યા છે. નવરાત્રી છતાં પણ સાયન્સના વિદ્યાથી�\\\" પરીક્ષાલક્ષી તૈયારી યથાવત રાખી હતી.

બીજી તરફ 11 �ઓકટોમ્બરથી શરૂ થતી પરીક્ષાની તૈયારી પણ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરી દેવાઇ છે. વખતે વિજ્ઞાન પ્રવાહના પ્રથમ સેમેસ્ટર માટે 6328 અને ત્રીજા સેમેસ્ટર માટે 6069 મળી કુલ 12 હજારથી વધુ વિદ્યાથી� પરીક્ષા આપશે. વાપી, વલસાડ, પારડી અને ધરમપુરના પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે.

બોર્ડની સૂચના અનુસાર સ્કવોડની ફાળવણી કરવામાં આવશે. દિવાળી પહેલા સાયન્સની પરીક્ષા પૂર્ણ થતી હોવાથી સાયન્સના વિદ્યાથી� દિવાળીનો રજા�નો ભરપુર આનંદ માણી શકશે.

સીસી ટીવી કેમેરાની વોચ

પરીક્ષાનિષ્પક્ષરીતે યોજાય, હોંશિયાર વિદ્યાર્થી અન્યાયનો ભોગ બને તે માટે ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે બોર્ડના નિર્દેશ અનુસાર તમામ પરીક્ષા કેન્દ્રો પર ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાનું આયોજન કરાયું છે. જયાં કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ટેબલેટ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.