તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિજ્ઞેશ સોલંકી. વલસાડ

જિજ્ઞેશ સોલંકી. વલસાડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિજ્ઞેશ સોલંકી. વલસાડ

સંગીતનીદુનિયામાં સફળતા મેળવવા માટે મુંબઈની ઝાકમઝોળ દુનિયામાં ડગ માંડવા નીકળેલા વલસાડના યુવાનને નિષ્ફળતા મળી હતી, પરંતુ તેમ છતાં હાર નહી માની પોતાની સામે આવેલા પડકારોનો સામનો કર્યો અને પોતે રચેલા ગીતને અવાજ આપી એક વિડીયો આલ્બમ તૈયાર કર્યુ છે. સાથે યુવાન વલસાડનો પ્રથમ િંસગર બન્યો છે કે જેનું વિડીયો આલ્બમ હાલ યુટયુબ પર ધૂમ મચાવી રહ્યું છે.

હાલ સંગીતનું ક્ષેત્ર ખૂબ વિશાળ બન્યું છે. ટીવી ઉપર પણ અનેક શો ચાલી રહ્યા છે. જેમાં નવી પેઢીના કેટલાક યુવાનોને સફળતા મળે છે તો કેટલાક લોકોએ નિષ્ફળતાનો પણ સ્વાદ ચાખવો પડે છે. જેથી નાસીપાસ થઈ યુવાવર્ગ પોતાની કળાને છોડી દે છે. પ્રકારનું નસીબ અજમાવવા માટે વલસાડના મોટા પારસીવાડ ખાતે રહેતો 28 વર્ષીય વિક્રાંત ધનસુખભાઈ કંસારા મુંબઈ ગયો હતો. પરંતુ તે સમયે ઉજાગરા અને ઉધરસના કારણે તે સારેગામા માં સિલેકટ થતા પરત ફર્યો હતો. પરંતુ ગાયિકીની દુનિયામાં કાઠું કાઢવા માટેના તેના જોશમાં ઘટાડો થયો, મુંબઈમાં ભલે નસીબ ના ચમકયું હોય પરંતુ પોતાની કળાના દુનિયાને દર્શન કરાવવા માટે વલસાડના જાણીતા સ્થળ જેવા કે, પારનેરાનો ડુંગર, મગોદડુંગરી ગામની જેટ્ટી અને અટકપારડી ખાતે એક બંગલોમાં પોતે રચેલા ગીતને મધુર કંઠમાં ગાઈ એક માસ અગાઉ વિડીયો આલ્બમ બહાર પાડયું હતું. જે હાલમાં યુટયુબ પર બિન તેરે જીના હે કયા ના નામથી ધૂમ મચાવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2100 લોકોએ વિડીયો આલ્બમને નિહાળી પ્રોત્સાહિત કર્યુ છે. વિડીયો આલ્બમ અન્ય કલાકારો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યું છે.