• Gujarati News
  • કોપરલી પ્રા.શા.માં બાળકોની આરોગ્યની ચકાસણી

કોપરલી પ્રા.શા.માં બાળકોની આરોગ્યની ચકાસણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી| વાપીસ્થિત કોપરલી પ્રા.શાળામાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં માજીપારડી તાલુકા ભાજપ પ્રમુખ નગીનભાઇ પટેલે દીપપ્રાગટ્ય કર્યુ હતું. પ્રાસંગિક પ્રવચન બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની આરોગ્યલક્ષી તપાસ કરાઇ હતી. પ્રસંગે માજીતાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ સુરેશભાઇ પટેલ, ડો. ભાર્ગવ પટેલ, ડો. લક્ષ્મીબેન પટેલ, શિક્ષક ભરતભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.