• Gujarati News
  • કચેરીના વિભાજનના કારણે દાખલા મેળવવામાં વિધાર્થીઓને રાહત રહેશે

કચેરીના વિભાજનના કારણે દાખલા મેળવવામાં વિધાર્થીઓને રાહત રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીમાં દાખલા મેળવવા વિધાર્થીઓનો ઘસારો વઘ્યો છે. આ વખતે વાપી અને પારડીના વિધાર્થીઓને સરળતાથી દાખલા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે,વાપી અને પારડી એમ બંને કચેરીમાં ગામોના વિભાજન મુજબ વિધાર્થીઓને દાખલા કાઢી આપવામાં આવી રહયા છે,જેના કારણે આ વખતે વિધાથીર્ઓને જાતિ અને આવકના દાખલા મેળવવા નવ નેઝા પડશે નહીં એવું લાગી રહયું છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ હવે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦નું પરિણામ જાહેર થવાનું છે, પરિણામ જાહેર થતાં જન સેવા કેન્દ્રોમાં દાખલા મેળવવા વિધાર્થીઓની લાંબી કતારો લાગશે. અમુક વિધાર્થીઓએ અગાઉથી દાખલા મેળવવાનું આયોજન કર્યુ હતું. પારડી મામલતદાર કચેરીમાં દર વર્ષે જાતિના અને આવકના દાખલા મેળવવા લાંબી કતારો લાગે છે,પરંતુ આ વખતે વાપી તાલુકાના વિધાર્થીઓને વાપીની નવી મામલતદાર કચેરીમાં દાખલાઓ આપવામાં રહયા છે, જેના કારણે પારડી મામલતદાર કચેરીમાં વિધાર્થીઓનો ઘસારો પ્રમાણમાં ઓેછો જોવા મળી રહયો છે. વાપી અને પારડી તાલુકાના વિભાજનના કારણે વિધાર્થીઓને પણ દાખલા મેળવવામાં સરળતા સાંપડી રહી છે.
વાપીની મામલતદાર કચેરી.
૨૦ દિવસથી દાખલા અપાય છે
વાપી તાલુકાના વિધાર્થીઓને વાપી મામલતદાર કચેરી જનસેવામાં છેલ્લા ૨૦ દિવસથી દાખલા આપવામાં આવી રહયા છે, રોજના સરેરાશ, ૧૭૫ થી ૨૦૦ની વરચે દાખલાઓ આપવામાં આવી રહયા છે. વિધાર્થીઓનો ઘસારો ઓછો થઇ રહયો છે. આર.જે. ભાંભોર,મામલતદાર,વાપી