પારડી પોલીસ લાઇન પાછળ જુગાર રમતા ત્રણ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પોલીસ મથકના પોલીસ લાઇન પાછળ આવેલા રહેણાક વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પારડી પોલીસને બાતમી મળતા પારડી પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન ગોળ કુંડાળું કરી તીન પત્તી વડે હાર જીતનો જુગાર રમતા દિલિપ નગીનભાઈ પટેલ, વિજય ઉર્ફે પપ્પુ રામચંદ્ર રાઠોડ અને રામગોપાલ ઉર્ફે સિધ્ધગોપાલ ભગવાનદી શંખવાર ત્રણેય રહે પારડી પોલીસ લાઇન પાછળ રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા હતા પોલીસે તેમની પાસે દાવ પર મૂકેલા રોકડા રૂ 570 અને મોબાઈલ ફોન મળી1070નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેયને જેલના સળિયા પાછળ મૂકી દીધા હતા. આ કેસમા મુદ્દામાલ ઓછો મળ્યો છે પરંતુ આ કેસમા વાત પારડી પોલીસના ધાકની છે પારડી પોલીસનો ધાક ન હોય એમ આ ત્રણેય જુગારિયાઓ પોલીસ લાઇન નજીક ખુલ્લામા જુગાર રમવા બેસી ગયા હતા. પોલીસે હાલ કેસ કરી પોતાની આબરૂ જાળવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...