• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardi
  • બગવાડા હાઇવેપર ટેમ્પાનું બ્રેક ન લાગતાં ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી ગયો

બગવાડા હાઇવેપર ટેમ્પાનું બ્રેક ન લાગતાં ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી | પારડી બગવાડા નેહા નંબર48 ઉપર ગત રવિવારની રાત્રીએ સુરત તરફ જતો એક ટેમ્પાનું બ્રેક ન લાગતાં આગળ ચાલતી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો અદભૂત બચાવ થયો હતો. મુંબઈની આશોક રોડલાઇન્સનો ટેમ્પો નંબર એમએચ04 એચવાય 9382ને લઈ મહમદ જાવેદ મહમદ ઇસરાઈલ શાહ હાલ રહે મુંબઈ ભિવંડી સુરત તરફ જવા નીકળ્યો હતો આ ટેમ્પો બગવાડા નેહા નં 48પર થી ગત રાત્રીએ પસાર થતી વેડાએ ટેમ્પાનું બ્રેકન લાગતાં ટેમ્પોચાલક મહમદે કાબૂ ગુમાવી દેતા ટેમ્પો ધડાકાભેર આગળ ચાલતા ટ્રક સાથે પાછળથી અથડાતાં અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટેમ્પાના કેબિનના ભાગે નુકશાન પહોચ્યું હતું સદનસીબે ચાલકનો બચાવ થયો હતો ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ટેમ્પોને સાઇડે લેવાતા ટ્રાફિક હળવું બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...