તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 કલાકથી ખાડકૂવામાં પડેલી ગાયને જીવનદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી માલધારી સમાજના જય ઠાકર ગ્રૂપના યુવાનોને શ્રાવણમાસમાં માનવતા મહેકાવી હતી. 12 ક્લાકથી ખાડકૂવામાં પડેલી ગાયની મદદે જયઠાકર ગૃપના યુયાવાનો 3 ક્લાકની જહેમતે ગાયને બહાર કાઢી ગાયને જીવનદાન આપ્યું હતું.

પારડી ચંદ્રપૂર પરમ પ્રમાણ આશ્રમ તરફ જતાં રોડ નજીક આવેલા પાણી ભરેલા ઉંડા ખાડકૂવા તરફ સોમવારની રાતે એક રખડતી ગાય પહોચી ગઈ હતી અને આ ઉંડા ખાડ કૂવામાં ગાય પડી ગઈ હતી. રાતભરઆ ગાય ખાડામાં પડી રહી હતી. આ ગાય પડી હોવાની નજર મંગળવારના સવારે સાતેક વાગ્યે નજીકમાં રહેતા સુરેશ યાદવને ધ્યાને જતાં તેમણે પારડી માલધારી સમાજના જય ઠાકર ગ્રૂપના જયસિંગ ભરવાડને જાણ કરી હતી જેને પગલે લાકડા દોરડા લઈ જયસિંગ ભરવાડ તેમના સાથી મિત્રો ભૂપત ભગત,લાલુ ભગત. ભરત ભગત, દિનેશ ભગત, કરણ ભગત, ભાવેશ ભગત સાથે ગાયને ઉગારવા દોડી ગયા હતા. આ ગાયને બહાર કાઢવા જયઠાકર ગ્રૂપના યુવાનોએ સતત 3 ક્લાક જહેમત ઉઠાવતા ગાયને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય છેલ્લા બારેક ક્લાકથી ખાડાકૂવામાં ઇજા સાથે પડી હોવાથી તે પીડા સાથે ઉભી રહી થાકી ગઈ હતી જેથી મદદે આવેલા યુવાનોએ ભારે જહેમત કરી ગાયની બહાર કાઢવા પડી હતી. શ્રાવણમાસમાં ખાડકૂવામાં પડેલી ગાયની મદદે માલધારી સમાજના જય ઠાકર ગ્રૂપના યુવાનો આવી ગાયને નવજીવન આપી ઉત્તમ સેવાનું કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...