ભેંસલાપાડા રોડ પર ટ્રક પુલ નીચે ખાબકતાં બચી

બે ટ્રક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
ભેંસલાપાડા રોડ પર ટ્રક પુલ નીચે ખાબકતાં બચી

પારડી ભેંસલાપાડાથી સેલવાસ જતા માર્ગ નવો બનતા મોટા ભારે વાહનો ટોલ ટેક્ષ બચાવવા આ માર્ગથી પસાર થાય છે. પરંતુ માર્ગ પર આવેલા કેટલાક નદી ખાડીના પુલ નાના હોવાથી વારંવાર અકસ્માતો બનતા આવ્યા છે. ગુરુવારના સવારે ભેંસલાપાડા જ્યોતિ પ્લાસ્ટિક કંપની પાસે આવેલા ખાડીના પુલ પર ડમ્પર અને ટ્રક સામ સામે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ડમ્પર ટ્રક પુલ નીચે ખાબકતાં માંડ માંડ બચી ગઈ હતી.જેમાં ડમ્પર ચાલકને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો.

X
ભેંસલાપાડા રોડ પર ટ્રક પુલ નીચે ખાબકતાં બચી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App