તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડમ્પર પાછળ ટ્રક ઘૂસી જતાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગવાડા ટોલ બૂથ નજીક ડમ્પર પાછળ ટ્રક ધડાકાભેર ઘૂસી જતાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો એકત્ર થયેલા લોકો ઘવાયેલા ચાલકને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે ખસેડયો છે.

નિર્મલ ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રક ચાલક મંગવિન્દ્રરસિંગ પ્યારાસિંગ રહે દાણા બંદર મુંબઈનો ટ્રકમાં સ્ક્રેપ ભરી બરોડા અમદાવાદ જવા નીકળ્યો હતો એ ટ્રક લઈ નેહા નં 48 બગવાડા ટોલબૂથ નજીક પહોચતા તે તેના આગળ ચાલતી એક ડમ્પર ટ્રક પાછળ ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો જેને એકત્ર થયેલા લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો આકસ્માતમાં મંગવિન્દ્રરસિંગના ડાબા પગની ત્રણ આંગણિઓ કપાઈ ગઈ હતી અને બને પગમાં ફેકચર થયું હતું મંગવિન્દ્રરસિંગને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...