તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardi
  • સુખેશના રહીશોને પાણી ભરાવાની ભીતિ જણાતા મામલતદાર તેમજ કલેકટરને રાવ

સુખેશના રહીશોને પાણી ભરાવાની ભીતિ જણાતા મામલતદાર તેમજ કલેકટરને રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી તાલુકાના સુખેશ મક્નફળિયામાં રહેતા 27જેટલા રાહીશોને તેમના ઘરમાં પાણી ભરાવાની ભીતિ સર્જાતા પારડી મામલતદાર તેમજ કલેક્ટરને લેખિતમાં સહી કરી રાવ કરવામાં આવી છે. લેખિતમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ઼

પારડીના મકન ફળિયામાં રહેતા લોકોની ખેતીની જમીનમાં પશ્ચિમ અને ઉત્તર દિશામાં વરસાદી પાણીની નિકાલ થઈ જતો હતો પરંતુ ગત વર્ષે ફળિયામાં રહેતા ભાણાભાઈ દ્વારા વરસાદી પાણીની નિકાલ વાળી જમીનમાં પુરાણ કરી દેવાતા તે બંધ થઈ ગયું છે. જેને લઈ ગત વર્ષે પણ બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી આ બાબતે ભાણાભાઈને પુરાણ કાઢવા જણાવવા માં આવ્યું હતું તેમ છ્તા પુરાણ ન કાઢવામાં આવતા હાલ આ વરસાદી સિઝનમાં ફરી પાણી ભરાવાની ભીતિ સર્જાતા રહીશોએ રાવ કરી આ પુરાણ કાઢી વરસાદી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે. જો પુરાણ ન કાઢવામાં આવશે તો લોકોને આર્થિક નુકશાન થશેનું પણ જણાવવામાં આવ્યું છે.

તાજેતરમાં પડેલા વરસાદને લઈ પાણી ભરાવાની પણ સ્તિથિ ઉદભવી રહી છે જેથી તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ તંત્ર કરે તેવી રહીશો આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...