તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardi
  • પારડીના મોતીવાડા કોળીપટેલ સમાજની વાડીમાં શનિવારે વલસાડ જિલ્લા કિસાન સંઘની

પારડીના મોતીવાડા કોળીપટેલ સમાજની વાડીમાં શનિવારે વલસાડ જિલ્લા કિસાન સંઘની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના મોતીવાડા કોળીપટેલ સમાજની વાડીમાં શનિવારે વલસાડ જિલ્લા કિસાન સંઘની સભા સંઘના પ્રમુખ શશીકાંત પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સરકાર દ્રારા જિલ્લાના ખેડૂતોની જમીનની માપણીમાં થયેલા અન્યાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હૈદરાબાદની એક એજન્સી દ્રારા સેટેલાઇટ સરવે કરવામાં 90 ટકા માપણી બોગસ થયા હોવાના આક્ષેપ સાથે સભા ગરમાઈ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે માપણીમાં ઘણી ભૂલો ખાનગી એજન્સીએ કરી છે. સમગ્ર માપણી માત્ર ટેબલ પર બેસી નકશા બનાવી સ્કેન કરી તેમજ એજન્સી જમીન કે વાડીમાં સ્થળ નિરક્ષણ કર્યા વગર બોગસ નકશો બનાવ્યા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતાં. ખેડૂતોએ સરકાર પાસે રી-સર્વેની માંગણી કરી હતી. જયારે ખેડુતોની જમીનની 7/12 ની નકલ કાઢવા જતા સર્વેની માપણીમાં ભૂલ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાડોશી ખેડૂત ભાઈઓ વચ્ચે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...