Home » Daxin Gujarat » Valsad District » Pardi » Pardi - પારડીમાં કચરો ઠાલવવા આવેલું રેટલાવ પંચાયતનું ટ્રેક્ટર ઝડપાયું

પારડીમાં કચરો ઠાલવવા આવેલું રેટલાવ પંચાયતનું ટ્રેક્ટર ઝડપાયું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:11 AM

કરાર પૂર્ણ થયા બાદ પણ કચરો નાખવા આવતો હતો પાલિકાએ રૂ. 70 હજારનો દંડ ફટકારી ટ્રેક્ટર પણ જપ્ત કરાયું

  • Pardi - પારડીમાં કચરો ઠાલવવા આવેલું રેટલાવ પંચાયતનું ટ્રેક્ટર ઝડપાયું
    પારડી શહેરમાં ભેસલાપાડા ખાતે આવેલું નગર પાલિકાના ડંપિંગ યાર્ડ ખાતે રેટલાવ ગ્રામ પંચાયતનું કચરો ભરેલું ટ્રેકટર પાલિકાની પરવાનગી વિના નાંખવા આવતા ટ્રેક્ટરને ઝડપી પાડી પાલિકા ખાતે લઈ આવવામાં આવ્યું હતું અને રેટલાવ પંચાયતના સરપંચ તેમજ કર્મચારીઓ સાથે વાત કરી દંડ ભરાવવાની પારડી પાલિકાએ તજવીજ હાથ ધરી હતી.

    પારડી તાલુકાના રેટલાવગામને કચરો નાંખવાની જગ્યાનો અભાવ હોવાથી રેટલાવ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રેકટરમાં કચરો ભરી લાવી પારડી નગર પાલિકાના ડ્ંપીંગયાર્ડ ખાતે નાંખવામાં આવતો હતો જે અંગે ભૂતકાળમાં પાલિકાએ એફઆરઆર પણ કરાવી હતી જે બાદ રેટલાવ પંચાયતે પાલિકા સાથે કચરો નાંખવા અંગે ફ્રી નક્કી કરી કરાર કર્યો હતો આ કરાર પૂર્ણ ડિસેમ્બર માસમાં પૂર્ણ થયો હતો જે બાદ રેટલાવ પંચાયત દ્વારા કરાર વિના કે કોઈ પણ મજૂરી વિના ટ્રેક્ટરમાં કચરો ભરી પારડીના ડંપિંગ યાર્ડમાં કચરો નાંખવા આવતો હોવાનું ડંપિંગ યાર્ડ નજીક રહેતા લોકોએ પાલિકાના મહિલા સદસ્ય તારાબેનને જાણ કરી હતી.જે બાદ શનિવારના રોજ રેટલાવ પંચાયતનો કચરો ભરેલું ટ્રેકટર કચરો નાંખવા પારડી ડંપિંગ યાર્ડમાં ખાતે આવતા તેને પકડી પાડવામાં આવ્યું હતું અને પારડી નગર પાલિકા ખાતે લઈ જઈ કબ્જે લેવાયું હતું.આ અંગે ઉપપ્રમુખ બિપિન પટેલે જણાવ્યુ હતું કે રેટલાવ પંચાયતના સરપંચ અને કર્મચારી સાથે વાત કરવામાં આવી છે અને રેટલાવ પંચાયત ને દંડ કરવાની તજવીજ હાથ ધરી છે દંડ ભરાયા બાદ ટ્રેકટર છોડી દેવામાં આવશેનું જણાવ્યુ હતું.પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેટલાવગામના રહેવાસી છે.

    9 માસથી પરવાનગી વિના કચરો ઠલવાતો હતો

    રેટલાવ પંચાયતએ પારડી નગર પાલિકા સાથે ત્રણ માસનો કરાર કરી કચરો નાંખવા બાબતે 15000 રૂપિયા પાલિકા ખાતે ભરતા આ કરાર પૂર્ણ થયાને 9 માસ જેટલો સમય થવા આવ્યો છે અને બીજી તરફ હાલ પકડાયેલું ટ્રેકટરનો ચાલક રોજ કચરો નાંખવા આવતો હોવાનું પાલિકા સભ્યોને જણાવ્યુ હતો તો આટલા સમય સુધી પાલિકાએરેટલાવ પંચાયતના ટ્રેકટરને કચરો ઠાલવતાં કેમ ન અટકાવ્યું હતું એ પણ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ