• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Pardi
  • Pardi - BSFના જવાને અધિકારીના બાળક સાથે છેડછાડના કેસમાં સજા કોર્ટે યથાવત રાખી

BSFના જવાને અધિકારીના બાળક સાથે છેડછાડના કેસમાં સજા કોર્ટે યથાવત રાખી

બાળકની દેખભાળ માટે જવાનને જવાબદારી સોંપી તો છેડછાડ કરી કોર્ટે આરોપી કોન્સ્ટેબલને 4 વર્ષની કેદની સજા કરી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Pardi - BSFના જવાને અધિકારીના બાળક સાથે છેડછાડના કેસમાં સજા કોર્ટે યથાવત રાખી
બીએસએફમાં ઉપરી અધિકારીની ઘરે સીક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ દરમ્યાન અધિકારીના સાડા ત્રણ વર્ષના બાળક સાથે કરેલા જાતીય અડપલાઓના કેસમાં કોન્સ્ટેબલને થયેલી 4 વર્ષની કેદ જસ્ટિસ જે. બી. પારડીવાલાએ યથાવત રાખી છે. તેમજ જો આરોપી ઉપરની અદાલતમાં આ સજા પડકારવા ન ઇચ્છતો હોય તો તેણે 4 સપ્તાહમાં સત્તાવાળા સમક્ષ હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.

2008માં બીએસએફમાં મહિલા અધિકારીના ઘરે સાડા ત્રણ વર્ષના બાળકની દેખભાળ માટે બે કોન્સ્ટેબલને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરમ્યાન મહિલા અધિકારીના સાડા ત્રણ વર્ષના બાળકના ગુપ્તાંગો સાથે છેડછાડ કરી તેમજ કોન્સ્ટેબલે બાળક પાસે એવી જ ક્રિયા પોતાની સાથે પણ કરાવી હતી. જે અંગે બાળકે તેની માતાને જાણ કરતા આ મામલો બહાર આવ્યો હતો. જે મામલે મહિલાના ઉચ્ચ અધિકારી પતિએ કોન્સ્ટેબલને માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ કરવામાં આવતા આખરે કોન્સ્ટેબલને જનરલ સીક્યોરીટી કોર્ટે 4 વર્ષની કેદની સજા તેમજ નોકરીમાંથી ડિસમીસનો હુકમ કર્યો હતો.

આ હુકમથી નારાજ થઇ કોન્સ્ટેબલે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતીકે, તેની સામે કોઇ પુરાવા નહી હોવા છતાં પણ તેને જનરલ સીક્યોરીટી કોર્ટે સજા ફટકારી છે. એટલું જ નહી પણ તે કોર્ટને આ પ્રકારની સજા કરવાનો કોઇ અધિકાર નથી. ત્યારે તે સજાને રદ્ કરવામાં આવવી જોઇએ. એટલું જ નહી પણ હાઇકોર્ટ સમક્ષ એવી પણ માગ કરાઇ હતીકે, તેમની સામેના કેસમાં રજુ કરાયેલા પુરાવાની પણ પુન: ચકાસણી કરવામાં આવવી જોઇએ. કોન્સ્ટેબલે એ‌વો પણ આક્ષેપ કર્યો હતો કે, તેણે મહિલા અધિકારીને તેના સાથી કોન્સ્ટેબલ સાથે વાંધાજનક સ્થીતીમાં જોઇ લેતા તે આ હકીકત કોઇને કહી ન દે તે માટે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જોકે તમામ દલીલો ફગાવી દઇ હાઇકોર્ટે નોંધ્યું હતુંકે, આ કેસને લગતા કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ આરોપીની અરજીમાં હાઇકોર્ટ દ્વારા દખલ કરવાને યોગ્ય લાગતું નથી.

X
Pardi - BSFના જવાને અધિકારીના બાળક સાથે છેડછાડના કેસમાં સજા કોર્ટે યથાવત રાખી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App