તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardi
  • પારડી લક્ષ્મી ઉદ્યાનમાં જીવંત વીજ તાર તૂટી પડતાં દોડધામ

પારડી લક્ષ્મી ઉદ્યાનમાં જીવંત વીજ તાર તૂટી પડતાં દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી શહેરમાં નુતન નગર પાસે આવેલા લક્ષ્મી ઉદ્યાનમાંથી પસાર થતી વીજ કંપનીનો જીવંત તાર કોઈ કારણ સર ચમકારા સાથે નીચે તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી.

પારડી નગર પાલિકાનો લક્ષ્મી ઉદ્યાન સાંજના સમયે બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠે છે. ઉદ્યાનમાં જીવ જોખમાય તેવી આજરોજ ઘટના સર્જાઈ હતી. ઉદ્યાનના ઉપરથી વીજ કંપનીની લાઇન પસાર થાય છે.આ લાઇનની જીવંત તાર અચાનક આગના ચમકારા સાથે નીચે તૂટી પડ્યો હતો. તાર તૂટી પડતાં ઉદ્યાનમાં કામ કરતાં કર્મચારીઓમા ભાગદોડ મચી ગઈ હતી. તેમણે તાત્કાલિક પારડી જીઇબીને જાણ કરતાં જીઇબી તંત્રએ વીજ પુરવઠો બંધ કર્યો હતો. આજની ઘટના ઉદ્યાન બંધ રહેવાના સમયે થઈ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ પ્રિમોનસુન દરમિયાન વીજ તંત્ર મેન્ટેન્સની કામગીરી કરતી હોય છે.હાલ જે ઘટના બની છે તે ઉપરથી કહી શકાય કે વીજ તંત્ર મેન્ટેન્સની કામગીરીમાં વેઠ ઉતારી લોકોની જિંદગી સામે ખતરો ઉભો કરવાનું કામ કર્યું છે ત્યારે વીજ કંપનીના ઉચ્ચધિકારીઓ પારડી વિસ્તારમાં વિઝિટ લઈ કામગીરીની ચકાસણી કરે તે જરૂરી થઈ પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...