• Gujarati News
  • બાગાયત વિભાગ અને કૃષિ સેન્ટરની નિષ્કિીયતાથી ખેડૂતો બેહાલ

બાગાયત વિભાગ અને કૃષિ સેન્ટરની નિષ્કિીયતાથી ખેડૂતો બેહાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડજિલ્લામાં પ્રતિવર્ષ બદલાતા હવામાનના પગલે સૌથી વધુ અસર કેરીના પાકને થઇ રહી છે.તેમાં સૌથી ગંભીર અસર વલસાડ જિલ્લાની ઓળખસમી આફુસને થઇ રહી છે.તેમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ધુમમ્સ અને માર્ચમાં માવઠાના પગલે આફુસ સહિતના કેરીનો પાકને 50થી60 ટકા નૂકશાન થયુ છે.જોકે પ્રતિવર્ષ કેરીના પાકને વિવિધ પ્રકારે નૂકશાન થવાના પગલે દેવાદાર થઇ રહેલા ખેડૂતોને હોવા છતા બાગાયત-ખેતિવાડી વિભાગ સહિત કૃષિ કેન્દો દ્વારા ખેડૂતોને કોઇ નકકર માર્ગદર્શન આપતા કેરીના ઝાડના પાનને જોવા કરતા છેલ્લા થોડા વર્ષોમાં જિલ્લામાં આફુસની 300થી વધુ વૃક્ષો ધરાવતી 125થી વધુ વાડીઓ ખેડૂતોએ કાપી નાંખી છે.જયાંરે ચાલુ વર્ષે પણ કેરીઓ ઉતારીને આફુસના વૃક્ષો કાપવાની સંખ્યાબધધ ખેડૂતોએ તૈયારી કરી છે.બીજી તરફ ખેતઉત્પન્ન બજાર સમિતિઓ પણ કેરીના વેચાણ,છેતરપિંડી અને કમિશન સહિતની સમસ્યાને રોકવા નિષ્ફળ નિવડયુ છે.જેને જોતા આવનારી પેઢીને વલસાડી આફુસ મ્યુઝિમમાં જોવા મળશે તેવી પરિસિથીનું નિર્માણ થઇ રહ્યંુ છે.

ખરાબ હવામાનથી આર્થિક નુકશાન

પારડીતાલુકાનાપ્રગતિશિલ ખેડૂત મગનભાઇ પટેલે જણાવ્યંુ કે મારી વાડીમાં 200થી વધુ આફુસ,કેશર, રાજાપુરીના વૃક્ષો છે. દર વર્ષે ખાતર, પાણી,જંતુનાશક દવા અને મજૂરી સહિતના માંટે 2 લાખથી વધુનો ખર્ચ થાય છે. જેની સામે છેલ્લા પાંચ વર્ષથી બદલાતા હવામાન કે પછી કોઇ અન્ય કારણોસર કેરીના પાકનો ઉતાર ઓછો થતા મોટુ આર્થિક નૂકશાન થઇ રહ્યંુ છે.

4 K આફુસનો દાટ વાળયો

વલસાડજિલ્લાનીઓળખસમી આફુસના નિકંદન પાછળ 4-કેનું ગ્રહણ મૂખ્ય ભાગ ભજવી રહ્યંુ છે.જેમાં કલ્ટર, કલાઇમેટ, કેલિસ્યમ કાર્બાઇડ અને કમિશનનો સમાવેશ થાય છે.ઉપરાંત થોડા વર્ષોથી મંજરી ફુટવાના સમયે આવતા સ્પંજ ટિસ્યૂ નામના રોગ ઉપરાંત ફળમાખી નામની જીવાત અને આંબાનો મઢ નામની જીવાતે આફુસના પાકનો દાટ વાળી દીધો છે.

બાગાયતવિભાગ પાસે આંકડાઓ નથી

કેરીનાવાવેતર,ઉત્પાદનઅને તેની જાળવણીનું કામ કરતી જિલ્લા બાગાયત વિભાગ પાસે આફુસ કેરીના વાવેતર કે ઉત્પાદન કે પછી નિકાસના કોઇ આંકડાઓ ઉપલ્બધ નથી.વિભાગ દ્વારા 2006-07 પછીના વર્ષના કેરીના કોઇ આંકડાઓજ નથી.2006માં જિલ્લામાં આફુસનું કુલ વાવેતર વિસ્તાર 3250 હેકટર એટલેકે અન્ય કેરીની જાતોમાં તેની ટકાવારી માત્ર 15 ટકા નોંધાય હતી.