• Gujarati News
  • ડાંગ વલસાડ જિલ્લા લેબરલોઝ બાર એસો.ની રચના કરાઈ

ડાંગ-વલસાડ જિલ્લા લેબરલોઝ બાર એસો.ની રચના કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડલેબરલોઝ પ્રકેટીશનર્સ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા વલસાડ લેબર કોર્ટના બારરૂમમાં શનિવારે સવારે 11:30 કલાકે મળી હતી. જેમા પ્રથમ કાર્યસુચિ અનુસાર ગત મિટિગની મિનિટસ બુકને વંચાણે લઇ સર્વાનુમતે બહાલી આપ્યાં બાદ એસોસીએશનના 2015-16ના વર્ષ માટે પ્રમુખ,ઉપ પ્રમુખ, સેક્રેટરી ,જોઇન્ટ સેક્રેટરી ,ખજાન્ચી અને મેનેજીંગ કમિટિનાં સભાસદોની વરણી કરાઇ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કામદાર નેતા આર.સી પટેલની વરણી થતાં પસંદગી ઉપસ્થિત બારનાં તમામ સભ્યોએ સહર્ષ વધાવી લઇ એમની નિયુકિતને મહોર મારી હતી. ઉપ પ્રમુખ તરીકે બિલિમોરાનાં સિનિયર એડવોકેટ મનોજ પારેખ મંત્રી તરીકે સુરતનાં સિનિયર એડવોકેટ અપૂર્વ શાહ, સહમંત્રી તરીકે એડવોકેટ જગદીશભાઇ ઘીવાલા , ખજાનચી તરીકે કામદાર આગેવાન ઉમેશભાઇ પટેલ, ઓડિટર તરીકે એડવોકેટ શ્રીકાંત પુરોહીત વરણી કરવામાં આવી હતી.નવસારી પીઢ અને જાણીતા કામદાર આગેવાન જગુભાઇ પટેલ(જગુકાકા), બિલિમોરાનાં ધારાશાસ્ત્રી પરેશ રાણા ,વલસા઼ડનાં એડવોકેટ મુકેશ પાંચાલ,કામદાર આગેવાન ઉત્તમ ટંડેલ અને રામસુરત પ્રજાપતિની નિયુકતી થઇ હતી.

સભામાં અમદાવાદ,સુરત,નવસારી,બિલિમોરા,પારડી,વાપી,ઉમરગામથી વકીલો અને યુનિયનનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

લેબર કોર્ટ ખાતે ઉનાળુ વેકેશન તા.27-04-2015થી 10-06-2015 સુધી રાખવાનો સર્વાનુમત્તે ઠરાવ કરવામાં આવ્યો.