પારડી તાં.પં.માં નિરવ પટેલને કારોબારીમાં લેતાં વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | પારડી તાલુકા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં નિરવ પટેલને કોરાબારી સમિતિમાં લેવા સામે ખુદ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે નારાજગી વ્યકત કરતાં ભાજપમાં વિખવાદ સપાટી પર આવ્યો હતો. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સમયે નિરવ પટેલ કોંગ્રેસના સભ્યોમાં જતાં છેલ્લી ઘડીએ ભાજપે મનાવી લીધા હતાં. પરંતુ હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખે નિરવના નામ સામે વિરોધ કર્યો છે. અઢી વર્ષના નવા બોર્ડ ની બેઠકમાં ભાજપ - કોંગ્રેસ બન્ને સભ્યો વચ્ચે સત્તા હાંસલ કરવા માટે બહુમતી મેળવવા ભાજપના સભ્ય નીરવ પટેલ કોંગ્રેસ તરફેણમાં સત્તા માટે બેસી જવાના કારણે આજની સભામાં કારોબારી સમિતિમાં પાર્ટીના મેન્ડેડ મુજબ સમાવેશ કરવા બાબતે અજય પટેલે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કારોબારી સમિતિમાં પ્રથમ નામ આશાબેન પટેલ, નીરવ પટેલ તેમજ અન્ય 7 સભ્ય સમાવ્યા હતા. જયારે ન્યાય સમિતિમાહંસા પટેલ, રાજેશ નાયકા, કલાવતી પટેલ, નયના રોહિતનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...