• Gujarati News
  • પારડીમાં વિશ્વશાંતિ અભિયાન હેઠળ બાળ ઉછેર નાટ્યકૃતિ રજૂ કરાઈ

પારડીમાં વિશ્વશાંતિ અભિયાન હેઠળ બાળ ઉછેર નાટ્યકૃતિ રજૂ કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળઉછેર દ્વારા વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત ચિલ્ડ્રન ડે નિમિત્તે લાયન્સ ક્લબ પારડી પ્રાઈડ ના સહયોગ થી બાળ ઉછેર થકી વિશ્વ શાંતિ ની દિશા માં વિઝન ના ભાગ રૂપે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે નાટ્યકૃતિ દ્વારા બાળ ઉછેર ની સમજણ આપતી કૃતિઓ રજુ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ, અગ્રણીઓએ હાજરી આપી હતી

પેરેન્ટિંગ ફોર પીસનું બાળ ઉછેર દ્વારા વિશ્વ શાંતિ અભિયાન આઈ જી પી હસમુખ પટેલના પ્રેરણા થકી સુરત અને ગુજરાત માં કાર્યરત છે વિઝનના ભાગ રૂપે લાયન્સ ક્લબ પારડી પ્રાઈડ ના સહયોગ થી ચિલ્ડ્રન ડે નિમિત્તે બાળકો ના ઘડતર માટે માતા પિતા શું ધ્યાન આપવું જોઈ અને એમની સાથે કેવું વર્તન કરવું જોઈ તેની સમજ માટે આપતી નાટ્યકૃતિકાનું ધીરુભાઈ સત્સંગ હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી જી. સી. બ્રહ્મભટ્ટ, પારડી ટીડીઓ ઉપસ્તિથ રહ્યા હતા.

પારડી ના ડો.કાર્તિક ભદ્રા , ડો.લતેશ પટેલ,ધર્મેશ મોદી , કાંતિ પટેલ, રાજેશ રાણાએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં જીતુ દેસાઈ, પ્રીતેશ ભરૂચા, ભાવેશ રાઇચા, આશિષ દેસાઈ, તેજલ રાઈચા, અંજલિ દેસાઈ, અંજુ શાહ, હર્ષદભાઈ વગેરેઓ બાળ ઉછેર કરતી કૃતિ રજુ કરી હતી. પ્રસંગે પી ફોર પી નું દીપેશ શાહે સમજણ આપી ફરી પારડી માં કાર્યક્રમ યોજી બાળ ઉછેર થાકી વિશ્વ શાંતિ ની દિશા માં જોડાવા અપીલ કરી હતી ,