• Gujarati News
  • અમારાથી અલગ નહીં રહેતી દીકરીને વશીકરણ કરાયું છે

અમારાથી અલગ નહીં રહેતી દીકરીને વશીકરણ કરાયું છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરીને મજબૂર કરી ઈબ્રાહીમ પોતાનું ધાર્યુ કરાવી રહ્યો હોવાની પરિવારને શંકા

ભાસ્કરન્યૂઝ. વલસાડ

વલસાડનીકોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરતી હિ‌ન્દુ યુવતીએ પારડીના શાકભાજી માર્કેટમાં રહેતા મુસલમાન યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લેવાના મુદ્દે મોટો વિવાદ જાગ્યો છે. યુવતીના માતા-પિતાએ મુસ્લિમ યુવાન ઉપર લવ જેહાદની પ્રવૃત્તિને વેગ આપવાનો આક્ષેપ મુકી દીકરીને વશીકરણથી પોતાના વશમાં કરી લીધી હોવાનો બળાપો વ્યકત કર્યો છે.

વલસાડની કોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરતી હિ‌ન્દુ વિદ્યાર્થીની રીયા મુસલમાન ઈબ્રાહીમ સાથે ચોરીચૂપકેથી લગ્ન કરી લેતા વિવાદ ઉઠયો છે. લગ્નને રીયાના પિતાએ ગેરકાયદે ગણાવી ઈબ્રાહીમ સામે પોલીસ કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે બે માસથી દીકરી પોતાનાથી દૂર હોવાથી તે કંઈ હાલતમાં રહેતી હશે બાબતની ચિંતા માતાને કોરી ખાઈ રહી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં માતા-પિતાએ જણાવ્યું કે, પુત્રી રીયા જીવનમાં કયારેય આવી ભૂલ કરશે એવું સ્વપ્નેય વિચાર્યુ હતું. રીયા અભ્યાસમાં તેજસ્વી છે જયારે ઈબ્રાહિ‌મ પાસે કોઈ સારી નોકરી ધંધો હોવાથી સમજી વિચારીને અમારી પુત્રીને તેના પ્રેમની જાળમાં ફસાવી છે. જેના માટે તેણે રીયા ઉપર વશીકરણ કર્યુ હતું. બાળપણથી અમારાથી કયારેય અલગ નહી પડેલી દીકરી રીયા અચાનક અમોને તરછોડીને અજાણ્યા પુરૂષ સાથે નીકળી જાય વાત અમને માનવામાં આવતી નથી. કયાંક તો પછી મારી દીકરીને કોઈક કારણોસર મજબૂર કરી ઈબ્રાહીમ પોતાનું ધાર્યુ કરાવી રહ્યો છે. તેમના માતા-પિતાએ વધુમાં એમપણ જણાવ્યું કે, ઈબ્રાહીમે જે રીતે મારી દીકરી ઉપર વશીકરણ કરી તેને પોતાની જાળમાં ફસાવી લીધી પણ એક પ્રકારની લવ જેહાદની પ્રવૃત્તિ કહેવાય છે. (બંને નામ બદલ્યા છે)