• Gujarati News
  • પારડી સાંઢપોરમાં તબીબો સહિત ૬૦ આરોગ્યકર્મી ખડકી દેવાયા

પારડી સાંઢપોરમાં તબીબો સહિત ૬૦ આરોગ્યકર્મી ખડકી દેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ નજીક પારડી સાંઢપોરના શેઠીયા નગરમાં ગત અઠવાડીયે વાસુ અને સંગીતા નામના બાળકોના ભેદી તાવના પગલે થયેલા મોત બાદ આરોગ્ય વિભાગ કોઇપણ ચાન્સ લેવા માંગતુ ન હોય, તેમ શેઠીયા નગર જ નહી, સમગ્ર પારડી સાંઢપોરમાં આરોગ્યલ ાી કામગીરી શરૂ કરી દીધી છે.
સીડીએચઓ ડો.અજયકુમાર સંધવીએ આ માટે એક પ્લાન બનાવી ગુરૂવારથી કામગીરી શરૂ કરી છે, જે માટે એક લાયઝન ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો, ૬૦ જેટલા આરોગ્ય કર્મચારીઓને તૈનાત કરી દેવાયા છે. ત્રણ રાઉન્ડ સુધી કામગીરી ચાલુ રહેશે. ઉપરોકત કામગીરીનો પ્રતિ કલાકનો રિપોટર્ સીડીએચઓને લાયોઝન ઓફિસરે આપવાનો રહેશે. સાથે ઇન્ચાર્જ નવા મલેરિયા અધિકારી તરીકે આહવાથી ડો.આર.કે.પટેલને ડેપ્યૂટ કરાયા છે.
મલેરિયા અધિકારી અને તેમનો સ્ટાફ પણ પારડી સાંઢપોરમાં ખડકી દેવાયો છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે પારડી સાંઢપોરમાં નિર્માણધીન સંખ્યાબઘ્ધ એપાટર્મેન્ટો-સોસાયટીઓમાં સંગ્રહ થતા પાણીના નિકાલના અભાવે ડેન્ગ્યુના બ્રિડીંગ મળતા તેમને નોટિસ પાઠવવા છતા પરિસ્થિતી યથાવત્ રહી છે.
અસગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા આરોગ્ય કર્મીઓ.