• Gujarati News
  • ઓલપાડતાલુકાની સરકારી કચેરીઓમાં મંથરગતિએ ચાલતાં ગ્રામ પંચાયતોના મંજૂર થયેલા

ઓલપાડતાલુકાની સરકારી કચેરીઓમાં મંથરગતિએ ચાલતાં ગ્રામ પંચાયતોના મંજૂર થયેલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડતાલુકાની સરકારી કચેરીઓમાં મંથરગતિએ ચાલતાં ગ્રામ પંચાયતોના મંજૂર થયેલા વિકાસના કામોને ઝડપથી પ્રગતિના પંથ લાવવા ગત અઠવાડિયે તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચ ઉપસરપંચોની એક મિટિંગ બેઠક મળી હતી. જેમાં ઓલપાડ તાલુકા ગ્રામ પંચાયત પરિષદની રચના કરવામાં આવી હતી.

પરિષદમાં યાજેયલ પહેલી બેઠકમાં હોદ્દેદારોની નિમવાની કાર્યવાહી હાથ ધરતાં પ્રમુખપદે સાંધીયેર ગ્રામ પંચાયતના સભ્ય અને ગામના માજી સરપંચ અને ઓલપાડ તાલુકા પંચાયતના માજી સભ્ય તથા સમાજ સેવા સાથે જોડાયેલા લાઈફ મીશન કેન્દ્ર સુરતના સંયોજક એવા જયેન્દ્રભાઈ ધીરજભાઈ દેસાઈની પરિષદમાં પ્રમુખપદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

મહામંત્રી તરીકે સોંદલાખારાના સરંપચ વસંતભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મિટિંગમાં નિમણૂક પોલ અન્ય હોદ્દારો પૈકી બે ઉપપ્રમુખો જેમાં વડોલીના સરપંચ વનરાસિંહ બારડ, મરોથામાના સરંપચ પ્રીતિબહેન કાવડીયા, બે મંત્રીઓ સરલીના સરપંચ મુકેશભાઈ પટેલ, ઓરમાના સરંપચ સીતાબેહન રાઠોડ ખજાનચી પદે પિંજરતના સરપંચ ધનસુભાઈ પટેલ સહિત સાત હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયતની સીટ દીઠ કારોબારી સભ્યની પણ વરણી કરવામાં આવી હતી.

21 કારોબારી સભ્યોની પણ બિનહરીફ વરણી

ઓલપાડ તાલુકા ગ્રામ પંચાયત પરિષદના 7 હોદ્દેદારો બિનહરીફ