• Gujarati News
  • National
  • ઓલપાડના સોંસક ગામમાં 16 લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાનુ લોકાર્પણ

ઓલપાડના સોંસક ગામમાં 16 લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાનુ લોકાર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાનાં સોંસકગામે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગના રાષ્ટ્રીય ગ્રામીણ પેય યોજના કાર્યક્રમ અંતગર્ત નવનિર્મિત પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કાર્યક્રમ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સોંસક ગામના સરપંચ અશોકભાઇ પટેલે ગામમા ઉપલબ્ધ માળખાકીય સુવિધા અને વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. વધુમાં જણાવ્યુ હતું કે અમારા ગામમાં પીવાના મીઠા પાણી અને પ્રેસરથી પાણી મળતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. અંગે ઓલપાડ ધારાસભ્યને રજૂઆત કરતાં તેમણે અધિકારીઓએ સાથે વિચાર વિમર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવી પાણી પુરવઠા યોજના હેઠળની પીવાના પાણી ની ટાંકીનું નવનિર્મિત કરાઇ આજે લોકોને ઘરે ઘરે પૂરતા પ્રેસર સાથે પાણી મળી રહેશે. પ્રસંગે ઉપસ્થિત ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલે વાસ્મો અંતગર્ત રૂ. 16,76,888 ના ખર્ચે નિર્માણ થયેલી પાણી પુરવઠા યોજના જેમાં ઓવરહેડ ટાંકી,ભૂગર્ભ સંપ,પાઇપ લાઇન સહિતની યોજનાનું લોકાર્પણ કરી જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં છેવાડાના વિસ્તારમાં પ્રજાને માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કટિબધ્ધ બની છે. સોંસક ગામે નિર્માણ થયેલી પાણી પુરવઠા યોજનાથી હળપતિવાસ સહિત આજુબાજુના વિસ્તારને પીવાના પાણીનો લાભ થશે. તેમણે હળપતિ આવાસનું પણ લોકાર્પણ કર્યું હતું.

સરકાર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા કટિબધ્ધ

સોંસક ગામે 16 લાખની પાણી પૂરવઠા યોજનાનું ખાર્તમુહુર્ત કરાયું.

અન્ય સમાચારો પણ છે...