તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

ઓલપાડ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડનીઆર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરિયર કૉર્નર અને જિલ્લા રોજગાર કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોજગાર કચેરી સુરત તરફથી કાઉન્સેલર બિપિનભાઈ માંગુકિયા, સુરતની પ્રતિષ્ઠિત આઈ. એન. ટેકરાવાળા શાળાનાં આચાર્ય જ્યોતિરભાઈ પંડ્યા, બેંકિંગ એકેડમી સુરતના ચિફમેન્ટોર ચેતનભાઈ ભિમાણી, દિનેશભાઈ પાટીલ તેમજ યુરોપ સ્ટ્ડી સેન્ટરના પિના બેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તજજ્ઞોએ જણાવ્યું કે હવે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે ચાર દિવાલોનું શિક્ષણ પુરતું નથી.

સેમિનારની શરૂઆતમાં કોલેજના આચાર્ય શ્રી ડૉ. આઈ. એમ. પટેલ સાહેબે મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે હાલનાં સમયમાં વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે ચાર દિવાલોનું શિક્ષણ પુરતું નથી. કારકિર્દીનાં ઘડતરમાટે વિદ્યાર્થીની અભ્યાસક્ષેત્ર પ્રવૃત્તિમાં ભાગીદારી જરૂરી છે.કારકિર્દી માર્ગદર્શન જેવા સેમિનારોથી વિદ્યાર્થીઓને સાચી દિશા મળશે.તેમ જણાવ્યું હતું. સુરત જિલ્લા રોજગાર કચેરીના કાઉન્ટસેલર શ્રી બિપિનભાઈએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. બેંકિંગ એકેડમી સુરતનાં ચીફ મેન્ટોર શ્રી ચેતનભાઈ ભિમાણીએ વિદ્યાર્થીઓને બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ક્લાર્ક તેમજ ઓફિસર બનવાની વિપુલ તકો છે તેમ તેમણે જણાવ્યું હતું. ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પોલિસ ડીપાર્ટમેન્ટ, તેમજ રાજ્ય સરકારનાં વહિવટી ખાતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ૧૨ ધોરણ પછી તેમજ કોઈપણ શાખાનાં સ્ત્નાતક વિર્ધાર્થીઓ આપી શકે છે. તેમ જણાવ્યું હતું. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિષયો, તેની તૈયારી તેમજ દરેક ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૭ સુધી કેટલી ભરતી થનાર છે તેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને બ્રોસર આપી સમજાવી હતી. આઈ. એન. ટેકરાવાળા શાળાનાં આચાર્ય પંડ્યા સાહેબે પ્રેરણારૂપી ઉદાહરણો સહિત વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે વિનયન અને વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક કે અનુસ્નાતક થનારા વિદ્યાર્થીઓ ખરેખર પોતાની જાતને ભાગ્યશાળી સમજે કારણ કે રાજ્યમાં દર વર્ષે બાળમંદિરમાં દાખલ થતાં ૯૦ લાખ વિદ્યાર્થીઓ માંથી દરેક પ્રવાહમાં સ્નાતક થતા વિદ્યાર્થીઓની સંખ્યાં દોઢ લાખ છે.

હવે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે ચાર દિવાલોનું શિક્ષણ પુરતું નથી

અન્ય સમાચારો પણ છે...