• Gujarati News
  • National
  • અણીતાના આગેવાનને જાનથી મારવાની ધમકી

અણીતાના આગેવાનને જાનથી મારવાની ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાનાં અણીતા ગામના ખેડૂત અને કીમ ખાતે આવેલ મૂળદ કોટન મંડળીના પ્રમુખ એવા કિશોર કુમાર રમણલાલ પટેલને તેમના નાનાભાઈ દ્વારા બે અજાણ્યા ઇસમોને મોકલી તેઓના દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્રે મામલે કીમ પોલીસે ફરિયાદ લઈ ફરિયાદીના નાનાભાઇ શૈલેષ પટેલ અને બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી ફરિયાદ લેતા શૈલેષ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ઓલપાડ તાલુકાનાં અણીતા ગામના વતની સહકારી આગેવાન અને કીમમાં આવેલ મૂળદ કોટન મંડળીના પ્રમુખ કોશોર કુમાર ઉર્ફે સુમનભાઈ રમણલાલ પટેલ તેમના પરિવાર સાથે અણીતા મુકામે રહે છે. તેઓના પિતાના અવસાન બાદ પિતાની મિલકત કૌટુંબિક જમીન તેમજ સ્થાવર જંગમ મિલકતના વર્ષ પહેલા ભાગ પાડવામાં આવ્યા હતા. ત્યારે કિશોર કુમાર પટેલના નાનાભાઇ શૈલેષ પટેલને મનદુખ થતાં ત્યારથી પરિવારો વચ્ચે ઝગડો થતો આવ્યો હોય અને બાબતે વર્ષ 2014માં ઓલપાડ સિવિલ કોર્ટમાં કેસ પણ ચાલુ હોવાનું જાણવા મળે છે. જેનો આજદિન સુધી કોઈ નિકાલ આવ્યો હોય ત્યારે બંને પરિવારો વચ્ચે મામલે ઘણા સમયથી ચકમક ચાલતી હતી. કિશોર પટેલના ઘરે બે અજાણ્યા ઇસમોએ આવી ને કહ્યું કે તેમના ભાઈ શૈલેષ પટેલે તેઓને મોકલ્યા છે. જમીન મેટરમાંથી નીકળી જાવ તેમ કહી જાનથીમારીનાંખવાની ધમકી આપી હતી. દરરમિયાન કિશોરકુમારનો દીકરો ચિંતન તેમજ રસ્તેથી પસાર થતાં ગામના લોકો દોડી આવતા બંન્ને અજાણ્યા ઇસમો કિરણ વિઠ્ઠલભાઈ સિરસાઠે(રહે.ગોડાદરા,સુરત) અને રાજૂ નાનાભાઇ પાટિલ (રહે,ઉધના, સુરત)ને ઝડપી પાડ્યા હતા. દરમિયાન અંગે કીમ પોલીસે ગુનો નોંધી ફરિયાદીના નાનાભાઇ શૈલેષ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

નાનોભાઈ શૈલેષ પટેલ વોન્ટેડ , ધમકી આપનાર બે અજાણ્યા ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...