• Gujarati News
  • National
  • ટકારમા ખાડીના પુલ પર વૃક્ષ સાથે કન્ટેનર ભટકાયું, ડ્રાઈવરનો બચાવ

ટકારમા ખાડીના પુલ પર વૃક્ષ સાથે કન્ટેનર ભટકાયું, ડ્રાઈવરનો બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ- કીમ રોડ પર ટકારમા નજીકથી પસાર થતી સરસાણા ખાડીના પુલ પરથી સુરત હજીરાથી અંકલેશ્વર તરફ જઈ રહેલ એક કન્ટેનર ટ્રક સામેથી કોઈ અજાણ્યા વાહનની લાઈટ પડતા ડ્રાઇવર અંજાઈ જતા ખાડીની સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ દિવાલ પર ચઢી જઈ એક બાવળના વૃક્ષ સાથે જોરદાર ભટકાઈ હતી જેને લઈ કન્ટેનર ખાડીમાં ખાબકતા બચી ગયુ હતુ.

ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઓલપાડ - કીમ રોડ પર ટકારમા ચોકડી પાસે મધ્યરાત્રી દરમ્યાનની આસપાસ આજ રોજ સુરતના હજીરાથી એક કન્ટેનર (નં. GJ- 06 AU- 6695) પસાર થઈ રહયું હતુ ત્યારે ટકારમા સરસાણા ખાડીના પુલ પર કીમ તરફથી કોઈ અજાણ્યા વાહનની લાઈટ પડતા કન્ટેનરના ચાલક અંજાઈ જતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ખાડીની સંરક્ષણ દીવાલ પર ચઢી ગઈ હતી અને ખાડીની બાજુમાં બાવળનું વુક્ષ સાથે અથડાઈ હતી અને કેબીનને નુકશાન થયુ હતુ જોકે ઝાડ હતે તો કન્ટેનર 15 ફૂટ ઊચાઇએ થી ખાડીમાં ખાબકતે પણ સદનસીબે ઝાડ સાથે અટકી ગયુ હતુ ઘટનામાં ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકો ઘટનાસ્થળે ધસી આવ્યાં હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઓલપાડથી કીમ જતાં રોડ પર સર્જાયેલો અકસ્માત

વૃક્ષ સાથે અટકી જતા ખાડીમાં કન્ટેનર ખાબકતા બચી ગયું

ઓલપાડ રોડ પર વૃક્ષમાં અથડાયેલું કન્ટેનર.

અન્ય સમાચારો પણ છે...