તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાશ્મીરના ઉરી ખાતે આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં

કાશ્મીરના ઉરી ખાતે આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરના ઉરી ખાતે આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવા ઓલપાડ તાલુકાનાં જાગૃત દેશભકતો પણ શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજી મૌન રેલી કાઢી હતી. હાલમાં આતંકવાદીઓએ ઉરી ખાતેના આર્મી કેમ્પ ઉપર હુમલો કરતાં દેશની સુરક્ષા કરતાં 17 જેટલા વીર જવાનો શહીદ થયા હતા ત્યારે સમગ્ર નાગરિકો સહિત અન્ય દેશોમાં પણ આતંકવાદીના આવા હુમલાઓ સામે ફિટકાર વર્ષાવી રોષ ઠાલવ્યો હતો. જેના પગેલ શનિવારે મોડી સાંજે ઓલપાડ તાલુકાનાં નાગરિકોએ શહીદોને કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ આપવાની મૌન રેલી ખાદી ભંડારથી રામ ચોક સુધી યોજાઇ હતી ત્યારબાદ રામચોક ખાતે સૌ કોઈએ બે મિનિટ નું મૌન પાળવામાં આવ્યું હતું.

ઓલપાડમાં શહીદોને શ્રદ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...