• Gujarati News
  • National
  • ઓલપાડમાં અજાણ્યા વાહને શ્રમજીવીને કચડી માર્યો

ઓલપાડમાં અજાણ્યા વાહને શ્રમજીવીને કચડી માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ-સુરતઉપર ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં પુરપાટ ઝડપે દોડતા એક અજાણ્યા વાહન ચાલકે રોડ પરથી પસાર થતા એક શ્રમજીવી ઇસમને અડફતે લેતા સર્જાયેલા અકસ્માતમાં તેનું ઘટના સ્થળે મોત થયું છે.

ઓલપાડ-સુરત માર્ગ ઉપર તા-૦૨ને શનિવારે મોડી રાત્રે ૧૧-૧૫ કલાકના સુમારે આશરે ૩૫થી ૪૦ વર્ષની ઉંમરનો એક અજાણ્યો ઇસમ ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાંથી પસાર થતા રોડ પરથી પસાર થઇ રહ્યો હતો.આ સમયે રોડ પરથી પુરપાટ ઝડપે દોડતા એક અજાણ્યા વાહન ચાલકે તેને અડફતે લેતા સર્જાયેલા અકસ્માતમાં વાહનનું વ્હીલ ઇસમના માથાની ખોપરી પરથી પસાર થઇ જતા ગંભીર રીતે ઘવાયેલા ઇસમનું ઘટના સ્થળે મોત થયું હતું.જો કે અજાણ્યો વાહન ચાલક અકસ્માત મોત નિપજાવી ઘટના સ્થળેથી ભાગી જતા સ્થાનિક લોકોએ ઓલપાડ પોલીસને જાણ કરી હતી.જેથી ઘટના સ્થળે પહોંચેલ પોલીસે લાશનો કબજા લઇ તેની ઓળખની તજવીજ હાથ ધરી છે.

વાહનનું વ્હીલ ઇસમના માથા પરથી પસાર થઇ ગયું

અન્ય સમાચારો પણ છે...