Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓલપાડમાં અનેક મંદિરોમાં ગુરુપૂર્ણિમા પર્વે ધાર્મિક કાર્યક્રમ
ઓલપાડતાલુકામાં પ્રતિવર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, જે અંતગર્ત ઓલપાડ તાલુકામા આવેલા ધાર્મિક સંસ્થાઓના ગુરૂઓનુ ભાવિક ભક્તો અનેરા ઉત્સાહ સાથે પૂજન કરીને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી
તાલુકામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરુના પ્રતાપે મળેલા જ્ઞાન, સંસ્કાર અને આશીર્વાદના બદલામાં તેમને દક્ષિણારૂપે ઋણ ચૂકવવાના હેતુથી દર ગુરૂપૂર્ણિમાએ ગુરુની સેવા પૂજન કરીને દરેક શિષ્ય પોતાના આહોભાવ વ્યક્ત કરતા હોય છે ત્યારે ઓલપાડમાં જલારામ બાપાના મંદિરે સવારથી ભક્તોએ વિવિધ ધાર્મિક પૂજા - અર્ચના કરી હતી. ઓલપાડ આવેલ રતન દાસ ઉર્ફે બાવા સાહેબના મંદિરે, ઓલપાડના સરસગામે આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં, સરોલી ગામે આવેલ સાંઈબાબાના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ તાલુકાના ગામો જેવા કે સરસાણા, રાજનગરગામે આવેલ કૈલાસ આશ્રમ, ભાદોલ આશ્રમે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા મેળવી હતી . તાલુકામાં ઠેરઠેર મંદિરોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ખુંટાઇમાતાના મંદિરે સત્સંગ યોજાયો
ઓલપાડ- હાથીશા રોડ પર આવેલા ખૂંટાઇ માતાજીના મંદિરના પટાંગણમા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે રામ કથાના કથાકાર એવા સૌરાષ્ટ્ર મહુવાના ભગતબાપુના સાંનિધ્યમાં સત્સંગ કથાનુ રસપાન કરાવ્યુ હતુ તેમજ ઉપસ્થિત સૌ કોઈ ભક્તો ભગતબાપુ ના આર્શિવાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ભગતબાપુએ સુંદરકાંડના પાઠનુ ગાન કરાવી ભક્તો ને ગુરૂપૂર્ણિમા નુ મહત્વ સમજાવ્યું હતું.