તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | દિવ્યાંગોનાહિતોની જાળવણી માટે દર વર્ષે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાની સુવિધા સાથે સાથે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિ ઉજાગર થાય ને તેમણે યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાની ઇન્કલુઝીવ શાળાઓમાં ઉજવણીના ભાગરૂપે વિવિધ ગામોના દ્રષ્ટિક્ષતિ, મંદબુધ્ધિ. મુકબધિર અને શારીરિક અપંગતા જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકો અને તેમના વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે આઈ.ઇ .ડી વિભાગના રિસોર્સ ટીચર બળવંત પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યુ હતું કે દિવ્યાંગ બાળકોને કુટુંબમાં અને સમાજમાં પોતાના અધિકારીઓ મળી રહે તથા તેમનું માન સન્માન જળવાય તે આપના સૌની ફરજ છે. તાલુકિયાના બી.આર.સી કો ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યુ હતું કે દિવ્યાંગ હોવું શ્રાપ નથી આવા બાળકો પણ સામાન્ય બાળકોની જેમ વર્તી શકે છે. ફકત તેમને સહાનુભૂતિ અને હમદર્દીની જરૂર છે. પ્રસંગે તેમણે દિવ્યાંગ બાળકોની કોઈ પણ સમસ્યા માટે જરૂરી સહકાર આપવાની ઉપસ્થિત વાલીઓને ખાતરી આપી હતી. કાર્યક્રમની ઉજવણી ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો