• Gujarati News
  • National
  • દક્ષિણ ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી ખેતી કરશે

દક્ષિણ ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી ખેતી કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતીમાંથતા વિવિધ રોગ તેમજ જીવાતો પર મોટી મજૂરી ચૂકવી માનવ શક્તિથી દવાનો છંટકાવ કરવા છતાં પણ યોગ્ય કામગીરી થતા પાક અને નાણાંનો વ્યય ખેડૂતોનો થઇ રહ્યો છે. પરીણામે આર્થિક નુકશાન સહન કરતા આવ્યા છે. ત્યારે હવે ખેતી ક્ષેત્રે પણ અત્યાધુનિક પદ્ધતિ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી ખેડૂતોનો કીમતી સમય,પૈસા તેમજ શક્તિ બચાવતા થયા છે. ખાસ કરીને ડ્રોનએ શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

દક્ષિણ ગુજરાતનો ખેડૂત આમ તો સુખી સંપન્ન કહેવાય,અહીના ખેડૂત મોટા ભાગે શેરડીના પાક કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી શેરડીમાં થતી વાઈટ ફ્લાઈ નામના ઉપદ્રવને કારણે શેરડીના ઉતારામાં મોટી ઘટ આવવા લાગી છે. જેનું મુખ્ય કારણ શેરડીની એક ચોક્કસ લંબાઈ વધ્યા પછી દવાનો પુરેપુરો છંટકાવ થઇ શકતો નથી. ત્યારે હવે ડ્રોનના ઉપયોગથી શેરડી સહિતના પાકોમાં દવા છંટકાવની પદ્ધતિની શોધ થતા હવે ખેડૂત નાણાં અને સમય સાથે પાકનું રક્ષણ કરી શેરડી પર દવાનો વ્યવસ્થિત છંટકાવ થતા મોટી તકલીફમાંથી છુટકારો મળ્યો છે.

બેટરી દ્વારા ચાલતા ડ્રોન લીટર થી લઇ ૨૦ લીટર સુધી દવા લઇ હવામાં લઇ ઉડી શકે છે. અને ૨૦ થી ૨૫ મિનીટ સુધી દવાનો છંટકાવ કરે છે. એક એકર ખેતીમાં દવાનો છંટકાવ કરતા જ્યાં થી કલાક ...અનુસંધાન પાના નં. 2

હાઈટેક તાત | જે કામ આખા દિવસની મહેનત અને માનવશક્તિથી થતું હતું તે હવે મિનિટોમાં પાર થઈ જશે

મોટી શેરડીમાં ઉપયોગી

^શેરડીમાણસ કરતા મોટા માપની થતા તેમાં દવાનો છંટકાવ કરવો મુશ્કેલ બને છે. આટલુંજ નહીં પણ મોટી મજૂરી ચૂકવવા સાથે દવા અને નાણાંનો ખર્ચ કરાયા બાદ પણ મેહનત માથે પડતી હોઈ ત્યારે હવે અત્યાધુનિક ડ્રોન પદ્ધતિ થી તકલીફ દૂર થવા સાથે નાણાં અને સમયનો અને પાકનો બચાવ થશે. > શૈલેષપટેલ, ખેડૂત

શેરડીની અમુક લંબાઈ પછી દવાનો પુરેપુરો છંટકાવ ડ્રોનથી શક્ય બનશે

અન્ય સમાચારો પણ છે...