• Gujarati News
  • 4 પ્રોબેશનલ પીએસઆઈને સ્વતંત્ર પોલીસ મથક સોંપાયું

4 પ્રોબેશનલ પીએસઆઈને સ્વતંત્ર પોલીસ મથક સોંપાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લામાં ફરજ બજાવતા ચાર પ્રોબેશનલ પીએસઆઈને સુરત જીલ્લા પોલીસ વડાએ શનિવારના રોજ સ્વતંત્ર પોલીસ સ્ટેશન આપવાનો હુકમ કર્યો હતો.

સુરત જિલ્લામાં તાલીમ મેળવી રહેલા બિનહથીયારી પોલીસ સબ ઈન્સપેકટર પબ્લીક પ્રોસીકયુટર સુરતની તાલીમ પુરી થયા બાદ 24 સપ્તાહ માટે સ્વતંત્ર પોલીસ સ્ટેશનની તાલીમ 4થી જુલાઈથી 3જી જાન્યુઆરી 2016 સુઘી જિલ્લામાં ફૅજ બજાવતા એક મહિલા પીએસઆઈ સહિત પાંસ પીએસઆઈની જીલ્લાના જુદા-જુદા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે, જેમાં ઓલપાડ પોલીસ મથકમાં નાઝીમ એમ તલાટી,કડોદરા પોલીસ મથકમાં ઉદેયસિંહ આર.ડામોર,બારડોલી પોલીસ મથકમાં ઘમેન્દ્ર આર.વસાવા અને કામરેજ પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ જયોતિબેન જે.વસાવાની નિમણૂક કરવામાં આવી હતી. આમ ચાર પોલીસ મથકોમાં થયેલા ગુનાઓનો હવે ત્વરિત ઉકેલ આવવાની સંભાવના વધે છે.