• Gujarati News
  • National
  • ટકારમા ઓલપાડ સુરત માર્ગ કાવડયાત્રીઓથી ઉભરાયો

ટકારમા- ઓલપાડ સુરત માર્ગ કાવડયાત્રીઓથી ઉભરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનોશિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત સોમવારથી પ્રારંભ થતાં શિવ ભક્તોમાં શ્રધ્ધાળુઓ ઓતપ્રોત બની શિવભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડયાત્રીઓ આવે છે ત્યારે 19 મી વિશાળ કાવદયાત્રામાં વર્ષે પણ 127 જેટલા કાવડયાત્રીઓ જોડાયા છે. ભરૂચથી નર્મદાના નદીમાં સ્નાન કરી જળ લઈ શિવ ભક્તિ ભક્ત મંડળ (કાવડ સંઘ, ખરવરનગર) રવાના થયો હતો અને શ્રી બ્રજ રામેશ્વર મંદિર ખરવરનગર, ઉધના સુરત ખાતે પહોંચી શિવજીને અભિષેક કરશે ત્યારે કાવડયાત્રા શનિવારના રોજ મોડી રાત્રે ઓલપાડ તાલુકાનાં ટકારમાં નજીક આવેલી શાળામાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડયાત્રીઑ સુરત તરફ પગપાળા રવાના થયા હતા ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી શિવ મંદિરો ભક્તોથી ઉભરાઇ રહેશે ત્યારે માર્ગો પર પણ કાવડયાત્રાઓ જોવા મળે છે તેમ ભરુચ થી નીકળી હાંસોટ થઈ ટકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ 127 જેટલા એક સાથે કાવડયાત્રીઓ હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો.

માર્ગો ઉપર એક સાથે પગપાળા વિશાળ કાવડયાત્રા જોઈ વાહનચાલકો તેમજ સૌ કોઈમાં કાવડયાત્રીઓ આકર્ષકનું કેન્દ્ર બની ગયું હતું ભક્તિમય વાતાવરણ વચ્ચે શંખનાદ કરી એકી સાથે માર્ગ પર નીકળતા છેક સુરત સુધી ભક્તિમય માહોલ સર્જાયો હતો. શિવ ભક્ત મંડળ કાવડ સંઘ ખરવર નગર ઉધના સુરતના ખજાનચી ઓમ પ્રકાશ શર્મા જણાવ્યુ હતું કે અમે કાવડ યાત્રા દરમિયાન કાવડયાત્રીઓને કોઈ તકલીફ પડે તે માટે અમારા સેવાદળની ટીમ સહિતના લોકો સાથે રહી કાવડયાત્રાને આગળ ધપાવીએ છે.

અન્ય સમાચારો પણ છે...