• Gujarati News
  • National
  • ઓલપાડના દરિયા તટે હેઝાર્ડ વેસ્ટ નિકાલનો પ્લાન

ઓલપાડના દરિયા તટે હેઝાર્ડ વેસ્ટ નિકાલનો પ્લાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુડાદ્વારા હદ વિસ્તરણની સાથે સાથે તૈયાર કરાયેલ 2035 વિકાશ પ્લાનનો ખેડૂત સમાજે ઊંડાણ પૂર્વકનો અભ્યાસમાં અનેકવિધ ગંભીર બાબતો બહાર આવતા તાલુકાની જનતા ફફડી ઉઠી છે. સુડાના વિકાશ નકશામાં ઓલપાડ તાલુકાના અનેક ગામોનો અસ્તીત્વ સામે પ્રશ્નો ઊભા થયા છે. તૈયાર કરાયેલા હજીરાથી કારેલીને જોડતો કોરિડોર અને પીંજરત તથા તેના ગામની મહામૂલી ખેતીલાયક જમીનો પાણીના ભાવે ઉદ્યોગોને આપી ઝેરી કેમિકલો બનાવતી ફેકટરીઓ નાખવા સાથે દરિયા કિનારાને ઝેરી કચરો નાખવા માટે જમીનો સંપાદન કરવાની તૈયારીમાં છે.

પિંજરત અને તેનાની ખેતીલાયક મહામૂલી જમીન પર ઝેરી કેમિકલો બનાવતી કંપની નાખવા સાથે દરિયા કિનારે સુરત શહેર આખાનો હેઝાર્ડ વેસ્ટના નિકાલનો પ્લાન બનાવ્યો છે. અહીં કાર્યરત થનારી કંપનીઓનો ઝેરી કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડવામાં આવશે ત્યારે દરિયાઈ જીવ સૃષ્ટીને પણ નુકસાન થશે. સાથે સાથે ભરતી વેળાએ પિંજરત અને તેના ગામ સાથે આજુ-બાજુ ના ડભારી, લવાછા, ખોસાદીયા, નાના ખોસાદીયા, ભાંડુત, આડમોર, દાંડી, કુડીયાણા, સેગવા-છામા, પીંજરત રાંગ, સેગવા-મલગામા, બરબોધન, છીણી, ધનસેર, ટુંડા, મોર સહિતના 18 ગામોની 27000 થી વધુ માનવ વસ્તીના જીવને જોખમ ઉભું થવા સાથે ખેતીલાયક જમીન અને પશુઓને મોટી અશર પહોંચે તેમ છે. ખેડૂત સમાજના આક્ષેપ મુજબ હપિંજરત અને તેનામાં ઈન્ડસ્ટ્રીઝ માટે જમીન ફાળવી હજીરાના ઔદ્યોગિક એકમો અહીં લાવવાની ચાલ છે.

મહામૂલી જમીન પાણીના ભાવે જશે

તેના-પીંજરતથી હજીરા તરફ જતો માર્ગ

હેઝાર્ટ વેસ્ટ માટે 100 હેક્ટર જમીન| સાથેતેના અને પીંજરત ગામના દરિયા કિનારાની 100 હેકટર જેટલી જમીન પૈકી પીંજરત ની પી -124 માં 57 હેકટર જમીનમા વેસ્ટ ડિસ્પોઝ પ્લાન્ટ અને તેના ગામ ની પી-125માં 53 હેકટર જમીનમાં અત્યંત ઝેરી કચરાના નિકાલ માટે લેવાની તૈયારીમાં છે.

ઇન્ડસ્ટ્રીયલ માટે 2200 હેકટર જમીન |પીંજરત ગામ પાસે કુલ 3382 હેકટર જમીન છે જે પેકીની 1500 હેકટર અને તેના ગામ પાસે રહેલી 756 હેકટર જમીનમાંથી 700 હેકટર મળી કુલ્લે 2200 હેકટર જમીન ઈન્ડસ્ટ્રીઝ માટે એક્વાયર કરવાની તૈયારી છે.

કેમિકલ બનાવતી કંપનીઓ અને હેઝાર્ડવેસ્ટ માટે જગ્યા સંપાદન કરાઇ છે.

જગ્યા ઇન્ડસ્ટ્રી માટે સંપાદન કરાઇ

તેનાનાં ગ્રામજનોનો વિરોધ

દરિયાકિનારાની 100 હેક્ટર જમીન હેઝાર્ડ વેસ્ટના નિકાલ માટે એક્વાયર કરાશે તો કાંઠા વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાશે

વિકાસ કે વિનાશ | પીંજરત ગામની 1500 અને તેના ગામની 700 હેક્ટર જમીન ઈન્ડસ્ટ્રીઝ માટે ફાળવવાની તૈયારીથી પ્રજામાં ઉગ્ર રોષ

CRZના કાયદાનું ઉલ્લંઘન કરાયું છે

^દરિયાઈપટ્ટીનો ભાગએ C.R.Z ( કોસ્ટલ રેગ્યું રેટરી) દરિયાઈ ભરતી વાળો ઝોન છે. ત્યારે C.R.Z ના કાયદા મુજબ અહીં કોઈપણ પ્રકારે દરિયાઈ જીવ શ્રુષ્ટિને નુકશાની થવા સાથે પ્રદુષણ થાય એવી કોઈપણ પ્રકારની કામગીરી કરી શકાય નહીં. સુડાએ અહીં ઈન્ડસ્ટ્રીઝ માટે એક્વાયર કરી C.R.Z ના કાયદાનો ભંગ કરી ઉદ્યોગોને ફાયદો કરાવવાની પેરવીમાં છે. > જયેશએસ.પટેલ, ખેડૂતસમાજ મહામંત્રી

પિંજરત અને તેના ગામની 22 હેક્ટર જમીન સંપાદનની તૈયારી છે. જેની હાલ બજાર કિંમત 12500 કરોડ જેટલી છે. જો સુડા રિઝર્વેશનની તૈયારી કરે તો ખેડૂતની મહામુલી જમીન જેની કિંમત 1થી 2 કરોડ જેટલી છે. એને 80થી 100 રૂપિયા ચોમી જંતરીના ભાવે પડાવી લેવાશેે. જમીનને ઉદ્યોગકારો ખારપાટની જમીન સમજતા હતાં. ખેડૂત સમાજ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના અધિકારી સાથે મિટિંગ યોજી અંગે વાકેફ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...