• Gujarati News
  • કુડસદ ગામે ઘરમાં આગ લાગતા દોઢ લાખનું નુકસાન

કુડસદ ગામે ઘરમાં આગ લાગતા દોઢ લાખનું નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુડસદગામે ઉત્તરપ્રદેશ ફળિયામાં આજરોજ સવારે 11.00 કલાકના અરસામાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગમાં ઘરનો સામાન ભસ્મીભૂત થતા મકાન માલિકને ભારે નુકસાની વેઠવી પડી હતી.

ઓલપાડના કીમની બાજુમાં વેલ કુડસદ ગામે ઉત્તરપ્રદેશ ફળિયુ આવેલ છે. જ્યાં પીયુષભાઈ બેચરભાઈ પટેલના મકાનમાં સવારના અગિયાર કલાકની આસપાસ ઘરમાં રહેતા તેમના ચાકર અરવિંદભાઈ ખેતમજૂરી માટે ખેતરે ગયા હતાં. જે સમયે ઘરમાં એકાએક શોર્ટસર્કિટ થતાં મકાનમાં આગ લાગતાં જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી અને અફરા તફરી મચી હતી.

આગને કાબૂમાં લેવા ફળિયાના રહીશોએ દોડાદાડી કરી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, મોડેમોડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. મકાનમાં મુકેલા સરસામાનનો ટીવી, ફ્રીઝ સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અને તેનો ભારે નુકસાન થયું હતું. આગની લપેટમાં આવેલ ઉપરોક્ત મકાન માલિકને અંદાજે દોઢ લાખથી વધુનું નુકસાન થયું હતું. મોટું નુકસાન થતાં પરિવારમાં નિરાશામાં જણાય હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કીમ વિસ્તાર મોટી જીઆઈડીસી ધરાવતો વિસ્તાર હોવા છતા એક ફાયર ફાયટરની સુવિધા નથી.

કુડસદ ગામે ઘરમાં આગ લાગવાથી સામાન બળીને ખાખ થયો હતો જે વાતની જાણ થતાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં.