• Gujarati News
  • National
  • પાલોદ ગામે માર્ગની કામગીરીમાં ડ્રેનેજ ચોકઅપ, ગંદા પાણીના તળાવ સર્જાયા

પાલોદ ગામે માર્ગની કામગીરીમાં ડ્રેનેજ ચોકઅપ, ગંદા પાણીના તળાવ સર્જાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ ચાર રસ્તાથી ઓલપાડ સુધીના રાજ્ય ધોરી માર્ગને પહોળો કરવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે. જેથી માર્ગ સાઈડ પર લાઇન દોરી લઇ ચાલતી કામગીરીમાં માર્ગ સાઈડની ગટરો પણ પુરાતા ગટરનું ગંદું અને કંપનીનું દુર્ગંધ મારતું સ્થાનિક રહેણાંક વિસ્તાર અને માર્ગ સાઈડની દુકાનો આગળ ફરી વળ્યાં હતા. માર્ગ મકાન ખાતા દ્વારા વૈકલ્પિક અન્ય યોગ્ય વ્યવસ્થા વિના આડેધડ ચાલતી કામગીરીથી આજ રોજ કીમ ચાર રસ્તા પાસે પાલોદ વિસ્તારની સોસાયટી અને દુકાન માર્ગ પર ગંદા પાણી નું મોટું તળાવ સર્જાયું હતું.

કીમ ચાર રસ્તા થી ઓલપાડ રાજ્ય ધોરી માર્ગને પહોળો કરવાની કામગીરીમાં ચાલી રહી છે.ત્યારે પાલોદ ગામ નજીક ચાલતા આ કામ ને કારણે માર્ગની બન્ને તરફની ગટરો સ્થળે માર્ગ, મટિરિયલથી ઠેક ઠેકાણે પુરાતા તેમાં રહેલું ગંદું, દુર્ગંધ મારતું કેમિકલ વાળું પાણી સોસાયટી ,દુકાનો સહિત રહેણાંક વિસ્તારમાં ફરી વળતા સ્થાનિક લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે.આજ રોજ પાલોદ વિસ્તારના સાનિધ્ય ટાઉનશીપ, જે.બી રો હાઉસ સહિત અન્ય વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.જોકે જવાબદાર તંત્ર દ્વારા આયોજન પૂર્વક કામગીરી ના થતા ઉદભવેલી સ્થિતિ સામે પંચાયત સદસ્યો તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થામાં જોતરાયા હતા.જોકે તંત્રના અધિકારીઓ રસ ન લેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી.આ ઉપરાંત કીમ જીઆઇડીસીની કંપનીઓનું કેમિકલ વાળું ગંદું પાણી આવતું હોય તેમ છતાં કોઈ કંપની માલિક કે ઇન્ડસ્ટ્રીયલ એસો.ના કોઈ સભ્યના ફરકતા સ્થાનિકોમાં ફિટકાર જોવા મળ્યો હતો.ગંદા અને કેમિકલ પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નીકળે તો નવાઈ નહીંω તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

વૈકલ્પિક વ્યવસ્થા વિના આડેધડ કામગીરી
કોઈ પણ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના માર્ગ મકાન ખાતાએ આડેધડ કામગીરી કરી છે.જે.સી.બી થી આડેધડ રસ્તો ખોદી માટી, કપચી નાખતા આ કારણે ગટરોનું પાણી ચોક અપ થતા ગંદા પાણી પાલોદની સોસાયટી માર્ગ પર તેમજ રહેણાક વિસ્તારમાં ફરી વળ્યાં હતા. પાલોદ પંચાયત દ્વારા ગંદા પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી. રિપલસિંહ ઠાકોર, સ્થાનિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...