તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IT મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ PMના કાર્યક્રમનો વિરોધ કરશે

IT મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ PMના કાર્યક્રમનો વિરોધ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લાના મહુવા ખાતે પ્રચારમાં આવેલા નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુગર ફેકટરીઓ પરથી ઇન્કમટેક્ષ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કર્યાના ત્રણ વર્ષે પણ કોઈ ઉકેલ લાવતા ગુજરાતની સહકારી ધોરણે ચાલતી સુગર મિલોની ઇન્કમટેક્ષ ના મુદ્દે હાલત કફોડી બની છે. આમ છતાં સુગર મિલોના આગેવાનો મૂકપ્રેક્ષક છે, ત્યારે હવે ગુજરાત ખેડૂત સમાજ મુદ્દે પ્રધાન મંત્રીના કાર્યક્રમના વિરોધ કરવાની તૈયારી કરી છે.

ઇન્કમટેક્ષ વિભાગે ટેક્ષ વસૂલવા ગુજરાતની તમામ 18 જેટલી ગુગર ફેકટરીઓને નોટિસ આપતા સહકારી ક્ષેત્રમાં ખરભરાટ મચી જવા ગયો હતો. સુગર ફેકટરીઓએ કરોડો રૂપિયા ટેક્ષ પેટે ભરપાઈ કરવાના થયા છે. ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ બાદ સહકારી આગેવાનો દ્વારા રાજકીય આગેવાનોને રજુઆત કરવા સાથે વર્ષ 2014 માં લોકસભાની ચૂંટણી વખતે સુરત જિલ્લાના મહુવા ખાતે પ્રચાર અર્થે આવેલા નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોતાના ભાષણમાં ગુજરાતની સહકારી સુગર મિલો પર લગાવેલો ઇન્કમટેક્ષ સંપૂર્ણ પણે રદ કરવાની ખાતરી આપી હતી.

વર્ષ 2014 લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવા સહકારી સુગર મિલોનો ઇન્કમટેક્ષ નાબૂદ કરવાની વાત કર્યાના ત્રણ વર્ષે પણ સુગર મિલોનો ઈન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલાયો નથી. હાલના તબક્કે પણ તમામ સુગર મિલો વર્ષ 2010 થી 2014 સુધીના ટેક્ષ બાબતે કાયદાકીય લડત આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2010 થી 2014 ના ચાર વર્ષમાં સહકારી સુગર મિલોએ સરકારની એફ.આર.પી કરતા 500 થી લઈને 1500 રૂપિયા સુધીનો વધારે ભાવ આપી કરોડો રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે. ત્યારે ચાર વર્ષના ખેડૂતોને ચૂકવેલા વધારાના ભાવ બાબતે રાજ્યની 18 સુગર મિલો 3200 કરોડથી વધુ ટેક્ષ ચૂકવવાનો થાય છે. જેની સુગર મિલોને તબક્કાવાર નોટિસો પણ મળી ચુકી છે. ચોંકાવનારી બાબત તો કે સુગર ફેકટરીઓ દ્વારા ખેડૂતોને ચૂકવેલા રૂપિયા હવે ખેડૂતો પાસેથી પરત મેળવવા મુશ્કેલ છે. બીજીબાજુ સુગર ફેકટરીઓ પણ કરોડોનો ટેક્ષ ચુકવવાની વાતે સક્ષમ નથી.

18 સુગર ફેકટરીઓ સાથે તેમના 2 લાખથી વધુ સભાસદો ને માથે ઉભો થયેલ ઇન્કમટેક્ષ નો પ્રશ્ન ઉકેલવા ગુજરાત ખેડૂત સમાજે આગેવાની લઈને સરકાર વિરુદ્ધ લડત ઉપાડી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવતી કાલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી કડોદરા આવવાના હોઈ ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો ભેગામળી ઇન્કમટેક્ષના મુદ્દે કોઈપણ ભોગે પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવાની તૈયારી કરી છે.

પરિસ્થિતી પામેલી સરકારે માત્ર ઇન્કમટેક્ષની કલમમાં સુધારો કર્યો

^સહકારી સુગર મિલોને ઇન્કમટેક્ષ લાગૂકરતા સુગરમીલો અને ખેડૂતોએ સરકાર સામે બાઈ ચઢાવતા પરિસ્થિને પામી ગયેલી સરકારે કામગીરી કરવાની વાતે વર્ષ 2015 થી માત્ર ઇન્કમટેક્ષ ની કલમ 36/1/સી માં સુધારો કર્યો છે. સુધારા મુજબ વર્ષ 2015 બાદ સુગર ફેક્ટરી દ્વારા સભાસદોને એફ.આર.પી કરતા વધારે ભાવ ચુકવવામાટે સરકારની મંજૂરી લેવાની થાય છે. જયારે આરીતની જોગવાઈ બાબતે હજુ પણ યોગ્ય સ્પષ્ટતા કરવાથી અનેકવિધ મુશ્કેલીઓને લઈને ઈન્કમટેક્ષનો ગુંચવાડો સુગર મીલો માટે માથના દુઃખાવા સમાન તેમજ એક ગંભીર પ્રશ્ન બન્યો છે. > જયેશપટેલ, પ્રમુખ,ગુજરાત ખેડૂત સમાજ

2014 લોકસભાની ચૂંટણી વખતે મહુવામાં મોદીએ સુગર ફેક્ટરીઓ પરનો ઈન્કમટેક્ષ સંપૂર્ણ રદ કરવાની જાહેરાત કરી હતી

અન્ય સમાચારો પણ છે...