• Gujarati News
  • સરસ ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ

સરસ ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના સરસગામે આવેલ ઐતિહાસિક અને અતિપૌરાણ સિદ્ધનાથ મહાદેવ મંદિરે સિદ્ધનાથ અતિરૂદ્ર યજ્ઞની સાલગીરી ઉત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ ચૈત્ર વદ ત્રીજને તા - 7 મી એપ્રિલના રોજ સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ કમીટી (પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ) ઓલપાડ દ્વારા વિના મૂલ્યે આયોજન કરાયું હતું.

યજ્ઞમાં સવારથી ભૂદેવોની ઉપસ્થિતિમા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા 70 થી વધુ દંપતિઓએ યજ્ઞમાં ભાગ લઈ વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી.તેમજ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી તેમજ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી પ્રસંગે મોટી સંખ્યામા ભક્તો ઉપસ્થિત રહયા હતા. અંગે મંદીરના પુંજારી જનક ગૌસ્વામીએ જણાવ્યુ હતુ કે અતી પૌરાણિક એવુ સિદ્ધનાથ મહાદેવ મંદીરનો ઇતિહાસ જોતા એવુ કહેવાય છે કે વર્ષો અગાઉ ગૌકણ ઋષી અહી તપસ્યા કરી તે જગ્યાએ જમીન ફાટી આપોઆપ સ્વયંભૂ શિવલિંગ બહાર નીકળ્યુ હતુ. પેશાવર વખતમાં મંદિરનું નિર્માણ કરી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમજ 50 વર્ષ અગાઉ ચૈત્ર વદ ત્રીજના દિવસે અહી ત્રણ દિવસ સુધી મહાલઘુ રૂદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક સમયથી સિદ્ધનાથ ટેમ્પલ કમિટિ દ્વારા વિના મૂલ્યે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.

સરસ ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં ભાગ લઈ રહેલા યુગલો.