તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તહેવારો નજીક આવતાની સાથે જિલ્લામાં લૂંટફાટની ઘટના વધી

તહેવારો નજીક આવતાની સાથે જિલ્લામાં લૂંટફાટની ઘટના વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેવારોનજીક આવી રહ્યાં છે અને જિલ્લામાં ગુનેગારો પર પોલીસનું અંકુશ રહ્યું નથી. બારડોલીમાં સોમવારના રોજ મોટરસાઈકલની ડીકીમાંથી 3 લાખની ચોરી અને વૃદ્ધાના ગાળામાંથી બે તોલાના મંગળસૂત્રની ચીલઝડપની ઘટના બાદ સોમવારની રાત્રિ દરમિયાન ઓલપાડમાં 2.67 લાખની લૂંટની ઘટના બાદ પોલીસને આવનારા દિવસોમાં લૂંટારુઓ વધુ પડકાર ઊભા કરે તેવી શક્યતા વધી રહી છે.

લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ બેડામાં મોટો ફેરબદલ થઈ રહ્યો છે. જિલ્લા એલસીબી તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં મોટેપાયે પોલીસકર્મચારીની બદલી થઈ છે. કડોદરાના લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસને દેશી વિદેશી દારૂ અડ્ડાઓ બંધ કરવા માટે વધુ રસ લઈ રહ્યાં છે. અને સ્વભાવિક આઈજી અને એસપી પણ બાબતે સક્રીય છે. પરંતુ એક તરફ પોલીસને દારૂ શોધવા માટે કામે લાગી છે તો બીજી તરફ પોલીસ પેટ્રોલિંગ અને અન્ય કામગીરી ઢીલી પડતાં લૂંટારુઓ અને તસ્કરો મેદાનમાં ઉતરી પડ્યા છે. દીવાળીના દિવસો જેમ નજીક આવે તેમ ચોરી લૂંટફાટની ઘટનાઓ વધે તેવી શક્યતાઓ લાગી રહી છે.

શેરડીનો હપ્તો ઉપાડવા બેંકમાં આવતા ખેડૂતો નિશાના પર

દ. ગુજરાતના વિસ્તારોમાં હાલમાં મોટેભાગેની સુગર ફેક્ટરીઓમાં શેરડીના હપતા બેંકોમાં જમા થયા છે. અને જેને લઈ બેંકોમાં રોકડ વ્યવહાર વધ્યો હોય તેવા સમયનો લાભ લઈ તસ્કરો છટકુ ગોઠવીને બેસી રહે છે અને ચોરીની ઘટના શરૂ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં સમગ્ર જિલ્લામાં બેંકોની આજુબાજુ દિવસ દરમિયાન યોગ્ય પોલીસ પેટ્રોલિંગ થાય જરૂરી છે.

તસ્કરો તો જાણે મેદાનમાં ઉતરી પડ્યા

ગુનેગારો પર પોલીસનો અંકુશ રહ્યો નથી

અન્ય સમાચારો પણ છે...