તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | માતાપિતા ખુશીના આંસુ રોકી શક્યા, સરકાર દ્વારા ઇલાજનો ખર્ચ કરાવી શિક્ષક, બી. આર. પી. મ

ભાસ્કર િવશેષ | માતાપિતા ખુશીના આંસુ રોકી શક્યા, સરકાર દ્વારા ઇલાજનો ખર્ચ કરાવી શિક્ષક, બી. આર. પી. મિલનભાઈ પટેલે શિક્ષકત્વ ઉજાગર કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મથીબહેરા મૂંગા જન્મેલા બાળકની ચિંતા કરતાં સામાન્ય પરિવારના માતા પિતા જ્યારે એકપણ રૂપિયાના ખર્ચ વિના પોતાનું માસૂમ ફૂલ જેવું બાળક સાંભળતું અને બોલતું થઈ જાય એનાથી મોટી આનંદની વાત માતા પિતા માટે બીજી કઈ હોઈ શકેω કીમના ગીતાનગરમાં રહેતા અને કંપનીમાં ફિટર તરીકેની નોકરી કરતાં સામાન્ય પરિવારના કિરણભાઇ ગોહિલના બે દીકરાઓ પૈકી નાનો દીકરો જન્મથી બહેરા અને મૂંગો જન્મ્યો હતો. જેની જાણ તેમને અને તેમનાં પત્ની નીતાબેનને દીકરો ચાર વર્ષનો થયો ત્યારે થઈ. દીકરો બહેરો મૂંગો હોવાની જાણ થતાં તેઓને ખુબ દુ:ખ થયું સામાન્ય સ્થિતિ હોય જેથી લાખોનો ખર્ચ કરી બાળકનો ઈલાજ કરાવવો પણ અશક્ય હતો. ત્યારે તેમના મસીહા બનીને આવેલા ઓલપાડ તાલુકાના બ્લોક રિસોર્સ પર્સન અને અઠવાડિયામાં એકવાર દિવ્યાંગ બાળકોને ભણાવી સ્પેશિયલ ટ્રીટમેંટ આપતાં શિક્ષક મિલનભાઈ ભરતભાઇ પટેલે નિરાશ પરિવારમાં આશાનું કિરણ ઊભું કર્યું મિલનભાઈએ બહેરા મૂંગા બાળક આયુષને પ્રથમ શાળામાં એડમિશન અપાવી તેને ભણાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ સુરત, શ્રુતિ હોસ્પિટલના ડૉ. વિનોદભાઇ શાહ પાસે લઈ જઇ તમામ રિપોર્ટ કરાવી ઓપરેશન સફળ રીતે કરાવ્યું ઓપરેશન સફળ થતાં આયુષ હાલમાં બોલી અને સાંભળી શકે છે.

ઉપરોક્ત ઈલાજ માટે કોક્લીયર ઇમ્પલાનરની ડોકટર દ્વારા ટ્રીટમેંટ કરાવાઈ જેમાં મગજની અંદર અને બહાર મશીન મૂકી મેગ્નેટ જોઇન્ટ કરાયું, જેને કારણે અન્ય બાળકની માફક આયુષ બોલી સાંભળી શકે છે. અંદાજે સાત લાખનો ખર્ચ સરકારે ઉઠાવી યોજના સાર્થક કરી છે.

જન્મથી મુક બધીર આયુષને અને એની માતા નીતાબેન ગોહીલ.

4 વર્ષનો થયો ત્યારે અમને ખબર પડી હતી

^શિવાજીનગર પ્રાથમિક શાળાના શિક્ષક મિલનભાઈ અને સરકારનો આભાર માનું છું કે મારો આયુષ સાંભળતો અને બોલતો થઈ ગયો ઓપરેશન બાદ પ્રથમવાર તેના જન્મ પછી મમ્મી પપ્પા સાંભળવા મળ્યું વાત બોલતા આંખોમાં આંસુ આવી ગયા અંદાજે સાત લાખના ઓપરેશનનો ખર્ચ સરકારે કર્યો છે. અમારે પંદર હજાર દવા અને બીજો ખર્ચ થયો જે પણ અપાવવાની ખાતરી મળી છે. મારો દીકરો બોલતો સાંભળતો થયો તેનો આનંદ છે. > નીતાબેનગોહિલ, માતા

મે પ્રથમ તો આયુષને ભણાવવાનું શરૂ કર્યું

^સામાન્ય પરિવારના બાળકના માતાપિતા માટે સાત લાખનો ખર્ચ ઈલાજ માટે શક્ય હતો. જેથી સરકારી યોજના અંતર્ગત શ્રુતિ હોસ્પિટલ સુરતના ડો. વિનોદભાઇ શાહ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરાવ્યું અને આયુષ બોલતો સાંભળતો થઈ ગયો તે આજે ધોરણ-4માં અભ્યાસ કરે છે. પ્રકારનો ઈલાજ બાળક 8થી 9 વર્ષનો હોય તો શક્ય બને છે. જન્મથી મૂંગો બહેરો આયુષ સાંભળતો ને બોલતો થયો જેનો ખૂબ આનંદ છે. સંપૂર્ણ ખર્ચ સરકારે ઉઠાવ્યો છે. > મિલનભાઈપટેલ, શિક્ષક,બી.આર.પી

જન્મથી મૂકબધિર આયુષ વર્ષો બાદ મમ્મી-પપ્પા બોલ્યો

અન્ય સમાચારો પણ છે...