તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધો. 1થી 8માં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

ધો. 1થી 8માં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોર્યાસી 7900 4141 120041 7590 4262 11852 310 -121 189

માંડવી 10949 6910 17859 10548 6598 17146 401 312 715

ઓલપાડ 7865 6970 14835 7473 4970 12443 392 2000 2392

પલસાણા 5049 2857 7906 4969 2383 7852 80 -26 54

કામરેજ 7786 4426 32312 7057 4799 32656 71 -373 444

માંગરોલ 11427 7583 18950 10949 7308 18256 479 225 704

મહુવા 6929 4312 11241 6549 4299 10808 380 59 433

ઉમરપાડા 7532 4174 11706 7438 3806 11334 94 278 372

બારડોલી 9337 3608 14945 9656 5587 14253 671 21 692

કુલ 74774 46931 121705 7208 44562 116500 2736 2369 5105

પ્રવેશોત્સવની ઉજવણીમાં 15 વર્ષમાં સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પ્રાથમિક શિક્ષણમાં નોંધપાત્ર સુધારો થયાની વાતોથી સરકારની પોલ ખૂલી ગઈ છે. જિલ્લાના 9 તાલુકાઓમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ.

ખાનગી શાળાઓને લઈને સરકારી શાળામાં બાળકોની ઘટેલી સંખ્યાનું જુઠાણું ચલાવાઇ રહ્યું છે

^સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની પાછળ લોકોનું ખાનગી સ્કૂલ તરફનું આકર્ષણ વધ્યું હોવાનું શિક્ષણ વિભાગ જુઠાણું ચલાવે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પ્રા. શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી છે, ત્યારે પ્રવેશોત્સવના નામે પણ સરકાર નાટક કરી રહી છે. > દર્શનભાઈનાયક, જિલ્લાપંચાયત સભ્ય

ઓલપાડ તાલુકાની પ્રા. શાળાઓમાં સૌથી વધુ 2000 વિદ્યાર્થીઓનો ઘટાડો

જિલ્લામાંસૌથી વધુ ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 2000થી વધુ બાળકોની સંખ્યા ઘટી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ઓલપાડ તાલુકામાં કાર્યરત પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2105-2016 દરમિયાન ધોરણ 1થી 8માં બાળકોની સંખ્યામાં વર્ષ 2105માં 14835 હતી, જ્યારે વર્ષ 2106 માં 12443ની હતી, ત્યારે 1થી 5માં 392 6થી 8માં 2000 વિદ્યાર્થીઓ મળી કુલ્લે 2392 જેટલા સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ સૌથી વધુ બાળકોનો ઘટાડો થયાનું નોંધાયું છે.

2015-16ના વર્ષમાં 5000થી વધુ બાળકો ઘટ્યા છતાં જિ. પં.ની શાળાઓનું શિક્ષણનું સ્તર ઊંચું આવ્યાનું જુઠાણું

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની સરકાર માત્ર વાતો કરી રહી છે

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ 2000 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો

પ્રવેશોત્સવ બાદ પણ બાળકોની ઘટેલી સંખ્યા કથળેલી શિક્ષણ પ્રથાનું ઉદાહરણ

સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને દરેક બાળકોને શિક્ષણ આપવા માટે પ્રવેશોત્સવ કરી રહી હોવાનું કહેવાય છે જયારે બીજી બાજુ સુરત જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી પ્રવેશોત્સવ કરવા છતાં પ્રાથમિક શાળાઓમાં આવતાં બાળકોની સંખ્યામાં વધારો થવા સાથે ગુણવત્તા સુધરવાને બદલે બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા સાથે શિક્ષણની ગુણવત્તા કથળવાથી પ્રાથમિક શિક્ષણ નબળું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...