તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેરગામ |ખેરગામમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની પ્રેરણાથી 20થી 26 જુલાઈ સુધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ |ખેરગામમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની પ્રેરણાથી 20થી 26 જુલાઈ સુધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ |ખેરગામમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની પ્રેરણાથી 20થી 26 જુલાઈ સુધી હર્ષદભાઈ શુકલના આચાર્યપદે મહાવિષ્ણુયાગ યજ્ઞ અને બાલ કથાકાર જય જોષીનું ભાગવત કથાનું આયોજન જલારામ યુવક મંડળ મંગળપાડા દ્વારા કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 35 વર્ષ બાદ ખેરગામમાં વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે. સવારે 9થી 1 વિષ્ણુયાગ અને બપોરે 2થી 5 ભાગવત કથાનો સતત 7 દિવસ મહાઉત્સવ ઉજવાશે. ખેરગામના રામજી મંદિરેથી રામજી મહિલા મંડળ અને ભવાની મહિલા મંડળ દ્વારા જલયાત્રા અને ભાગવતજીની પોથીયાત્રા 20મીને બુધવારે બપોરે 1 વાગે પ્રસ્થાન થઈને દેસાઈવાડ જગદંબાધામમાં આવશે. પ્રથમ દિવસના મુખ્ય યજમાન ભરતભાઈ રાણા રહેશે. દિપ પ્રાગટ્ય આછવણી પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પરભુદાદાના હસ્તે કરાશે. સમગ્ર આયોજનના સંયોજક આશાબેન દુબે વાપી જણાવે છે કે કાર્યમાં ઉમરગામથી ઓલપાડ સુધી ભક્તજનો ભાગ લેશે.

ખેરગામમાં યજ્ઞ અને ભાગવત કથાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો