તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓલપાડ તાલુકાના અણીતા ગામના યુવકો દ્વારા 350 જેટલા વૃક્ષો રોપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડ તાલુકાના અણીતા ગામના યુવકો દ્વારા 350 જેટલા વૃક્ષો રોપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમનજીક આવેલ ઓલપાડ તાલુકાના અણીતા ગામે યુવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સાથે વૃક્ષોનું મહત્વ સમજાવવા ગામના યુવક મંડળે ગામના વિવિધ વિસ્તોરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિના સંદેશો આપ્યો હતો. ગામના 50થી વધુ યુવકો દ્વારા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાલમંદિર, મંદિર પરિસર, તળાવ તેમજ જમીનનું ધોવાણ અટકે તેવા અનેક સ્થળોએ 350 જેટલા વૃક્ષોની રોપાણ કર્યુ હતં. ગામના યુવક મંડળના સભ્ય જિગ્નેશ પટેલના જણાવ્યા મુજબ સૌથી મહત્વના વૃક્ષો જેવા કે વડ, પીપળો, મહુડો, લીમડો, ગુલમહોર જેવા વૃક્ષોના છોડ રોપી પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો હલ થાય તેમાં પણ નાનો પ્રયાસ યુવક મંડળ દ્વારા થયો છે. આમ પણ હાલની ચોમાસાની સિઝનમાં કીમ, અણીતા જેવા પંથકના વિસ્તારોમાં મેઘરાજાએ મોડે મોડે પધરાણી કરી હતી. જેથી વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધે તે જરૂરી છે. જેથી અણીતા ગામના યુવક મંડળે અગત્યતા સમજી વૃક્ષારોપણ કર્યુ હતું.

યુવકદીઠ પાંચથી સાત છોડના ઉછેરની જવાબદારી સોંપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો