• Gujarati News
  • National
  • ધોરણપારડી ગામે રહેતો યુવાન તાપી નદીના ડૂબ્યો

ધોરણપારડી ગામે રહેતો યુવાન તાપી નદીના ડૂબ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણપારડીખાતે બેનને ત્યાં રહેતો યુવાન ચાર દિવસ અગાઉ તાપી નદીમાં નાહવા જતા ખેંચ આવી જતા પાણીમાં ડુબી જતા ત્રણ દિવસ બાદ ડિકમ્પોઝ હાલતમાં યુવાની લાશ મળી આવી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની સીમમાં ડેરી ફળીયામાં રહેતા રેખાબહેન ગોમાનભાઈ રાઠોડની સાથે તેમનો ભાઈ કિરણભાઈ ઠાકોરભાઈ રાઠોડ(25) (મુળ રહે-મણીપુર ફળીયુ મુ.પો-સાંઘીયેર તા-ઓલપાડ) છેલ્લા દસ વર્ષથી રહેતો હતો અને મજુરી કામ કરતો હતો. ગત શુક્રવારના રોજ કરણ ગામમાંથી પસાર થતી સુર્યપુત્રી તાપી નદીના પાણીમાં બપોરના 2.00 કલાકે જતા પરત નીકળતા ડુબી ગયો હતો. કિરણને ખેંચની પણ બિમાર હોવાનુ પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતુ. કિરણનો મૃતદેહ ધૂળેટીના દિવસે સવારે 9.00 કલાકે ઘોરણપારડી ગામની હદમાંથી ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે કામરેજ પોલીસ મથકના કઠોર બીટના જમાદાર રમેશભાઈએ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...