• Gujarati News
  • National
  • તૂંડી ગામે ચૂલો સળગાવવા જતાં મહિલા ગંભીર દાઝી

તૂંડી ગામે ચૂલો સળગાવવા જતાં મહિલા ગંભીર દાઝી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડમાં જૂની અદાવતમાં બે વચ્ચે મારામારી

પલસાણાતાલુકાના તૂંડી ગામે ચુલા સળગાવા માટે કોરોસીન નાંખતા ભડકો થવાની સાથે 30 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ અંગે કડોદરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના તૂંડી ગામે હળપતિવાસમાં રહેતા મંજુબહેન રાકેશભાઈ રાઠોડ (30)નાઓ ગત 12મી માર્ચના રોજ 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં લાકડા સળગાવી ચુલા પર રસોઈ બનાવતાં હતાં

તે વેળાએ ચુલો બળાબર સળગાવા માટે કેરોસીન નાંખતાંની સાથે ચુલામાં ભડકો થતાં મંજુબહેન આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં પ્રાથમિક સારવાર માટે પલસાણા સીએચસીમાં ખસેડ્યા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે હાલ ભાનમાં હોવાનું જાણવ મળેલ છે. બનાવ અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચૂલામાં કેરોસીન નાંખતી વેળા અકસ્માત

અન્ય સમાચારો પણ છે...