છેલ્લા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંગીરેલી કાઢી કલેક્ટર તથા સુરત મહાનગર પાલિકા કમિશનર ને આવેદનપત્ર પાઠવી ઘનકચરા ના નિકાલ માટે જમીન સંપાદન નહિં કરવા માટે રજૂઆત કરવામાં આવનાર હતી. પરંતુ એક તરફ સરપંચ એસોસિએશન દ્વારા આંદોલન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. જ્યારે આજરોજ સમગ્ર મામલે ઓલપાડ ના ધારાસભ્ય મુકેશ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હતી. વધુમાં મુકેશભાઈના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે બાંહેધરી આપી છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા ઓલપાડ તાલુકાના મંદરોઇ ગામે અને ભાંડુત ગામે ઘન કચરાના નિકાલ કરવામાં નહિં આવશે. અંગેની મુકેશ પટેલે હૈયા ધરપત આપી હતી. ધારાસભ્ય મુકેશ પટેલે આપેલી બાંહેધરીને પગલે ઓલપાડ તાલુકા પંચાયત પરિષદ (સરપંચ એસોસિએશન) દ્વારા તમામ સરપંચો સાથે વિચાર વિમર્શ કરી અને પત્રકાર પરિષદ યોજીઆ અંગે તાલુકના લોકોને માહિતગાર કરી તા. 28 મીના આંદોલનને હાલ પુરતુ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે મામલે અસર ગ્રસ્ત ગામમાં લોકો માં થોડો કચવાટ પણ જોવા મળ્યો હતો પરંતુ સરપંચો દ્વારા સમજાવટ થી મામલો થાળે પાડ્યો હતો.

બારડોલી...

અનેકાર્યકોરની એક મિટિંગ મળી હતી. જેમાં કાર્યવાહી થતાં હોવાથી રોષ પ્રગટ કર્યો હતો. હાલમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી સરૂ થઇ ગઇ છે. ચૂંટણી માટે ચાણક્યો રાજનીતિ શરૂ કરી બંન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસ બેઠક મેળવવા માટે તૈયારીનો દોર શરૂ કર્યો છે. તેવા સમયે બારડોલી તાલુકાના ભાજપના નારાજ કાર્યકર જૂથને કોગ્રેસમાં સમાવવા કોગ્રેસ પ્રદેશકક્ષાથી તેડુ આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. અને તેમને પક્ષમાં યોગ્ય હોદ્દાઓ આપવા અંગે તૈયારી દર્સાવી હોવાનું જાણવા મળેલ છે. જેથી બંને પક્ષના રાજકારણ ગરમાયું છે. હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં કેવુ પરિવર્તન આવે જોવુ રહ્યું.

ઉચ્છલ...

જેમાંઆજરોજ સવારે 10.00 કલાકે છાત્રાલયમાં રહેતા ત્રણ બાળકો અંકુર સુરેશભાઈ ગામીત (15), શેખરકુમાર જિગ્નેશભાઈ ગામીત (14), (બને રહે. રાણીઆંબા, તા. સોનગઢ) અને વિરલકુમાર વિનેશભાઈ ગામીત (15) (રહે. મેઢા, તા. સોનગઢ)ના સારવાર માટે આવ્યા હતાં. ઉપરોક્ત વિદ્યાર્થીને ગત રાત્રિ દરમિયાન છાત્રાલયમાં ખીચડી ખાધા બાદા પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતુ રાત્રિ દરમિયાન દવાખાને કોઈ હોવાથી હોસ્પિટલ આવી શક્યા હતા. જેથી તેઓ મંગળવારની સવારે ઉચ્છલ રેફરલ હોસ્પિટલમાં દુખાવો ચાલુ રેહતા સારવાર માટે આવ્યા હતાં. તેઓની સાથે જવાબદાર વ્યક્તિ કોઈન આવતાં તેઓ ભારે મુજવણમાં હતાં અને ડોક્ટર પાસે સારવાર અર્થે જતા ડર અનુભવી રહ્યાં હતાં. બાબતે જવાહર કુમાર છાત્રાલયમાં રહેતા બાળકો સાથે જવાબદાર વ્યક્તિ આવ્યા હોવાથી બાળકોના વાલીએ ચિંતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...